Gujarat

ગુજરાતમાં કોરોના ભગાવો મહા અભિયાન શરૂ, જાણો કયા શહેરમાં કોણે પહેલા વેક્સિન લીધી

ગુજરાતમાં (Gujarat) અલગ અલગ શહેરોમાં વેક્સીનેશન શરૂ કરી દેવાયું છે. ગુજરાતમાં હેલ્થ વર્કર્સને રસી (Largest Vaccine Drive) આપવાથી પ્રારંભ કરાયો છે. દિલ્હીમાં આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન પ્રથમ રસી આપવાના સમયે હાજર રહ્યા હતા. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ હાજર રહીને વેક્સીન લેનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં પહેલો ડોઝ એમઆઈસીના પૂર્વ પ્રેસિડન્ટ ડોકટર કેતન દેસાઈએ લીધો હતો. જ્યારે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં લિફ્ટમેન તરીકે કામ કરતા કિશન રાઠોડને પ્રથમ વેક્સીન અપાઈ હતી. વડોદરામાં પ્રથમ વેક્સિન સયાજી હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર હેમંત માથુરને આપવામાં આવી હતી.

આજથી રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. સવારે 10 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના કુલ ગુજરાતનાં 161 બૂથ પરથી રસી આપવાની શરૂ કરાઈ હતી. દરેક બૂથ પર 100 આરોગ્યકર્મીને પ્રથમ દિવસે આ રસી આપવાનું આયોજન છે . આમ, પ્રથમ દિવસે 16,000થી વધુ આરોગ્યકર્મચારીઓને રસી આપવામાં આવશે, જ્યારે દેશભરમાં 3 હજાર બૂથ પર 3 લાખ લોકોને રસી અપાશે. જે લોકોને રસી અપાશે તેમના મોબાઈલ પર મેસેજ મોકલાશે. ગુજરાતમાં રસીકરણ માટે સિવિલ કે જનરલ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલો, શાળાઓ તથા અને અન્ય સરકારી સ્થળોએ પણ રસીકરણ બૂથ ઊભાં કરાયાં છે.

અમદાવાદની SVPમાં સૌથી પહેલો ડોઝ 11.25 વાગે એસ.ટી મલ્હાન તથા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ ડોઝ નવીન ઠાકર અને કેતન દેસાઈને આપવા આવ્યો. તો સુરતમાં પહેલી વેક્સીન કોરોના વોરિયરને આપવામાં આવી. સુરતની સિવિલ હોસ્પિટલમાં લિફ્ટમેન તરીકે કામ કરતા કિશન રાઠોડની પ્રથમ વેક્સીન આપવા તરીકને પસંદગી થઈ હતી. વડોદરામાં પ્રથમ વેક્સિન સયાજી હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર હેમંત માથુરને આપવામાં આવી હતી. ડોક્ટર માથુરે પ્રથમ કોરોના વેક્સિન વા માટે ગર્વ અનુભવ્યો હતો અને લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. 

રાજકોટમાં પ્રથમ વેક્સીન લગાવનાર નાગરિકે કહ્યું કે, આપણા દેશે વેક્સીન બનાવી તે ગર્વની વાત છે. પ્રથમ વેક્સીન લેનાર વ્યક્તિ બનવાનો મને ગર્વ છે. વેક્સીન ભલે આવી ગઈ, પણ હજી તકેદારી રાખવાની જરૂરી છે. બીજા દેશોની સરખામણીમાં આપણો દેશ 99 ટકા કોરોનામુક્ત થઈ ગયો છે. પરંતુ હજી ઘણુ સાચવવાનું છે. રાજકોટમાં 900 લોકોને વેક્સિન આપવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટર્સ, સિવિલ હોસ્પિટલ્સ અને શહેરની મોટી હોસ્પિટલોમાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. એક સેન્ટર પર દૈનિક 100 હેલ્થકેરવર્કરો મળી 14 સ્થાન પર કુલ 1400ને વેક્સિનેશન કરવામાં આવશે. રસી લેનારા હેલ્થ વર્કર્સનું કહેવુ છે કે, જરા પણ સંકોચ રાખવાની જરૂર નથી. ડર રાખવાની જરૂર નથી.

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે 16 જાન્યુઆરીએ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના રસીકરણ અભિયાનની (Corona Vaccination) શરૂઆત કરી હતી. લોન્ચ દરમિયાન તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 3006 સેશન સાઇટ્સ કનેક્ટેડ કરાઈ હતી. દરેક સેશન સાઈટ પર 100 જેટલા લાભાર્થીઓને રસી આપવાની શરૂઆત થઇ ગઇ છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top