National

અયોધ્યા રામલલ્લાના દર્શને જતા ગુજરાતીઓની બસનો અકસ્માતઃ 50ને ઈજા

હરિદ્વારઃ રામલલ્લાના દર્શન માટે અયોધ્યા જતા ગુજરાતીઓની બસને અકસ્માત નડ્યો છે. હરિદ્વારથી બસ જઈ રહી હતી ત્યારે આગ્રા લખનઉ એક્સપ્રેસ હાઈવે પર બસ ટ્રોલી સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 3 શ્રદ્ધાળુના મોત થયા છે, જ્યારે 50 ઘાયલ થયા છે. ઘાયલો પૈકી 2 ગુજરાતીઓની હાલત ગંભીર છે. તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

યુપીના શાહજહાંપુર જિલ્લાના મીરાનપુર કતરા વિસ્તારમાં શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલા ગુજરાતના યાત્રીઓથી ભરેલી બસ લખનઉ દિલ્હી હાઈવે પર ખુસરો કોલેજની સામે આગળ જતી રોડવેઝ બસને પાછળથી ટક્કર મારી હતી.

આ અકસ્માત ત્યારે થયો જ્યારે રોડવેઝ બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી, જેના લીધે યાત્રીઓથી ભરેલી બસનો ડ્રાઈવર સંભાળી ન શક્યો અને તેની બસ ઝડપથી રોડવેઝ બસમાં પાછળથી ઘૂસી ગઈ હતી. અચાનક થયેલી દુર્ઘટના સમયે લગભગ બધા યાત્રીઓ સૂઈ રહ્યા હતા, જેના કારણે બધા એકબીજા પર પડ્યા અને સીટો સાથે અથડાયા. અકસ્માત થતાં જ બધા યાત્રીઓ બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

ગુજરાતીઓ તીર્થયાત્રાએ નિકળ્યા હતા. આ લોકો કાશી વિશ્વનાથ અને અયોધ્યામાં પ્રભુ રામના દર્શન કરી મથુરા વૃંદાવન થઈ અયોધ્યા રામલલ્લાના દર્શન અર્થે જઈ રહ્યા હતા. ફિરોજાબાદ જિલ્લામાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર માઈલ્સ્ટોન 54 પાસે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઈ મેડિકલ કોલેજ, ફિરોઝાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ લોકો અયોધ્યાથી મથુરા જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઈજાગ્રસ્તોની યાદી
તારાબેન નિવાસી ચંદૌરિયા અમદાવાદ (68 વર્ષ), પરાફૂલ (69 વર્ષ), વિલાસ પાન (63 વર્ષ), સીતારામ (62 વર્ષ), સુરેન્દ્રાબેન (55 વર્ષ), દૌવા (60 વર્ષ), મધુબેન (74 વર્ષ), માર્ગી પટેલ (45 વર્ષ), કાંતિલાલ (81 વર્ષ), ખેમીબેન (72 વર્ષ) , આશાબેન (44 વર્ષ), હર્ષાબેન (63 વર્ષ), નાથાભાઈ ( 74 વર્ષ), જયાબેન (60 વર્ષ), લીલાબેન (61 વર્ષ), સુમિતાબેન (35), દુર્ગાબેન (60) , વિજય ત્રિવેદી (37 વર્ષ), કલ્પનાબેન (37 વર્ષ), સરિતાબેન (60 વર્ષ), ઉષાબેન (54 વર્ષ), નવીનભાઈ (72 વર્ષ), મુસ્કાન (18 વર્ષ), ખુશ્બુ (18 વર્ષ), હર્ષ ભાઈ (47 વર્ષ), પ્રજ્ઞેશભાઇ (37 વર્ષ), હસુમતીબેન મોદી (40 વર્ષ) , કાંતાબેન (55 વર્ષ) , હિરેન્દ્રસિંહ (45 વર્ષ), કાળુભાઇ ( 27 વર્ષ), બંધન હીરા (44 વર્ષ), પીરભા (61 વર્ષ), મહરિયા (54 વર્ષ) , બાબરલા( 32 વર્ષ), દુલેશ્વર ( 13 વર્ષ), દુર્ગેશસિંહ રણૌત, ઉદેપુર (41 વર્ષ), હંસાબેન (60 વર્ષ), હરસિત (61 વર્ષ), લલ્લન (60 વર્ષ).

Most Popular

To Top