Dakshin Gujarat

બુલેટ ટ્રેનની સાઈડ ઉપર અકસ્માત : નીચે પટકથા મજુરનું થયું મોત

નવસારી : કછોલ ગામે બુલેટ ટ્રેન સાઈટ (Bullet train site) પર ઉપરથી નીચે પડતા (Falling) કામદારનું મોત (Death) નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ (Police) મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ નરોત્તમ નિર્મલ બિસ્વાસ નવસારી તાલુકાના અડદા ગામે ચાલી રહેલા બુલેટ ટ્રેન સાઈટ પર કામ કરી રહ્યો હતો. ગત 8મીએ નરોત્તમ બુલેટ ટ્રેન સાઈટના કાસ્ટિંગ યાર્ડમાં કામ કરતો હતો. દરમિયાન તેનો પગ લપસી જતા તે 12 ફૂટ ઉપરથી નીચે જમીન પર પટકાયો હતો. જેના પગલે તેને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્ટાફના માણસોએ તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલના ડોક્ટરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. વી.જે. પટેલે હાથ ધરી છે.

13 દુકાન અને 4 ઢાબા પર બુલડોઝર ફરી વળ્યુ
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાનહમાં સરકારી જમીન પર તાણી બાંધવામાં આવેલા વિવિધ ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી પ્રશાસન દ્વારા થઈ રહી છે. બુધવારે દાનહના રખોલી અને કરાડ ગામની સરકારી જમીન પર અમુક લોકોએ ગેરકાયદે કબ્જો જમાવી દુકાન તથા ઢાબા બનાવી દીધા હતા. મામલતદાર સહિતની એક ટીમે રખોલી ગામમાં જઈને 3 દુકાન તથા 2 ઢાબા પર બુલડોઝર ફેરવી જગ્યા ખાલી કરાવી હતી. જ્યારે કરાડ ગામમાં પણ આજ પ્રમાણે 10 દુકાન તથા 2 ઢાબાનું ગેરકાયદે નિર્માણ કરાયું હતું. એના પર પણ બુલડોઝર ફેરવી જગ્યા ખાલી કરવાની કાર્યવાહી કરાઈ હતી.

આખરે દા.ન.હ.નાં બિસ્માર રસ્તાના નવીનીકરણનું કાર્ય શરૂ
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશના વિવિધ વિસ્તારના રસ્તાઓ બિસ્માર બની ચૂક્યા હતા. જે બાદ ચોમાસાની ઋતુ શરૂ થતાં બિસ્માર માર્ગો મોટામોટા ખાડાઓ સાથે અતિ જર્જરિત અને ખખડધજ બની જતાં વાહન ચાલકોની સાથે રાહદારીઓ પરેશાન થઈ જતાં અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતે અનેકવાર પ્રદેશના જાગૃત નાગરિકો દ્વારા પ્રદેશના કલેક્ટર અને લાગતા વળગતા વિભાગને બિસ્માર રસ્તાઓના રિપેરીંગ કાર્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ લોકોની રજૂઆતોની જાણે અવલેહના કરાઈ હોઈ એમ રસ્તાઓનું રિપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું ન હતું. ત્યારે દાનહ જિ. પં.ના પ્રમુખ સહીના સભ્યોએ બિસ્માર માર્ગો બાબતે જાહેર બાંધકામ વિભાગને જાણ કરી સમારકામ કરવા જણાવતાં આખરે બાંધકામ વિભાગે સેલવાસથી ખાનવેલ તરફ જતા મુખ્ય રસ્તાઓના નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરી છે. જેને લઈ વાહન ચાલકોને છેલ્લા ઘણા સમયથી પડી રહેલી હાલાકીમાંથી મુક્તિ મળવા પામી છે. ત્યારે આગામી સમયમાં દાનહનાં વિવિધ વિસ્તારોના રસ્તાઓની સાથે અંતરિયાળ વિસ્તારના રસ્તાઓનું પણ નવીનીકરણ કરવાની કામગીરી કરવામાં આવશે.

Most Popular

To Top