સુરત: ભીમપોર હનુમાનજી મંદિર પાછળના દરિયા કિનારે કીચડમાં એક આખલો (Bull) ફસાઈ જતા 100-200 જેટલા ગામવાસી યુવાનોએ દરિયામાં પાણીની કેનાલ બનાવી અંધ આખલાને બહાર કાઢ્યો હોવાનો લાઈવ વિડીયો (Video) સામે આવ્યો છે. સામાજિક કાર્યકર્તા ઉમેશ પટેલે જણાવ્યું હતું કે ઘટના શનિવારની મધરાત્રીના 12:30 વાગ્યાની હતી. ગામના યુવાનોએ એક આખલો દરિયા કિનારે કીચડમાં ફસાય ગયો હોવાની જાણ કરતા તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. જોકે રાત્રીના અંધારામાં અકહલાને કાઢવો અશક્ય હોવાથી રવિવારની હવેલી સવારે રેસ્ક્યુ કામગીરી હાથ ધર્યું હતું. લગભગ 2-3 કલાકની 100-200 યુવાનોની મહેનત બાદ આખલો બહાર કાઢવામાં સફળ થયા હતા.
ઉમેશ પટેલ (સામાજિક કાર્યકર્તા) એ જણાવ્યું હતું કે કીચડમાં ફસાયેલા આખલા ને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠવવી પડી હતી. જોકે આયોજન પૂર્વક એટલે કે દરિયામાં કેનાલ બનાવી પાણી કીચડ સુધી લઈ આવ્યા હતા. ત્યારબાદ ફસાયેલા આખલા ની જમીન દરિયાઈ પાણીને કારણે ભીની થતા આખલાની હલન ચલણ શરૂ થઈ હતી. ત્યારબાદ યુવાનોએ કીચડમાં ઉતરી આખલા ને મજબૂત દોરા રસ્સી વડે બાંધી લીધો હતો. કેટલાક યુવાનોએ આખલા ને પટ્ટા પહેરાવી ખેંચવાનું શરૂ કર્યું હતું. મહામુસીબતે ગામના યુવાનોએ આખલા ને બહાર કાઢયો હતો. બીજી બાજુ ફાયર અને ઢોર પકડવાની ટિમ ને પણ જાણ કરી દેવાઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના પાછળ તવરા ના ઝાડ નું વાવેતર જવાબદાર કહી શકાય છે. સુનામી ને રોકવા માટે વાવેતર કરાયેલા તવરા ના ઝાડ હાલ ગામવાસીઓ માટે મુસીબત બની ગયા હતા. મચ્છરો નો ઉપદ્ર, જંગલી સુવર, આ ઝાડ માં આશ્રય લે છે. ગામનો યુવાને દરિયા કિનારે જવા તવરા ના ઝાડ માંથી પસાર થવું પડે છે. ત્યારે આવા જંગલી જાનવરો હુમલો કરતા હતા. બીજી બાજુ સાપ માટે પણ આ ઝાડ આશ્રય સ્થાન બની ગયું છે. એટલું જ નહીં પણ ઢોરો આ તવરા ના ઝાડ નો ચારો ખાવા જાય અને ફસાઈ જતા હોવાની ઘટના વારંવાર બનતી આવી છે. આ બાબતે કલેક્ટર થી લઈ ગાંધીનગર ઔધી તમામ વિભાગમાં વારંવાર ફરિયાદ કરી ચુક્યા છે. જો કે આનું કોઈ નિરાકરણ આવતું નથી.