Vadodara

સિધ્ધેશ્વર પાર્થેશ્વર સાઇટના બિલ્ડરની ગ્રાહક સાથે લાખોની ઠગાઈ

વડોદરા: શહેરમાં બિલ્ડરો દ્વારા નવી નવી સાઇટો લોન્ચ કરીને મકાનો અને દુકાનો વેચવા વિવિધ લોભામણી જાહેરાતોની લાલચ આપીને ગ્રાહકો સાથે કરોડોની છેતરપિંડી આચરવાની જાણે મોસમ ખીલી હોય છે.તાજેતરમાં કરોડોનો કૌભાંડ જયેશ પટેલની ધરપકડ કરાઇ છે. ત્યારે વધુ એક બિલ્ડરે ગ્રાહક સાથે ગ્રાહક સાથે ઠગાઇ આચરી છે. ઘણા ગ્રાહકો નવુ મકાન ખરીદવાના લ્હાયમાં બિલ્ડરોનો ભોગ બનતા હોય છે. મૂળ રાજસ્થાનના વતની અને શહેરમાં રહી સલૂન ચલાવતા અને વારસીયા વિસ્તારમાં રહેતા શાલુબેન આક્ષેપો કર્યા છે કે શહેરના કિશનવાડી વિસ્તારમાં નવીન બની રહેલી સિધ્ધેશ્વર-પાર્થેશ્વર નામની સાઇટ પર લાગેલી જાહેરાત જોઇ પોતાના અને પોતાના ભાઇ માટે બે બેડરૂમ, હોલ કિચનનો ફ્લેટ જોવા માટે ગયા હતા.

ત્યારે હિમાંશુ ઠાકોર નામના સાઇટના કર્મચારી સાથે ડિલ કરી હતી ત્રણથી ચાર વખત સાઇટ પર હિમાંશુ ઠાકોર સાથે વાતચીત થયા બાદ શાલુબેને રૂ.51 હજાર નો ચેક બુકિંગ પેટે આપ્યો હતો. ત્યારબાદ હિમાંશુ ઠાકોરે ફોર્મ ભરાવ્યા હતા અને ઓનલાઇન ચૂકવણી કરવા જણાવ્યું હતું. જેથી શાલુબેને કુલ 4.90 લાખની રકમ તબક્કાવાર ઓનલાઇન પેમેન્ટ જે અદાણી તરીકે દર્શાવતા ખાતામાં હતું. તેમાં હિમાંશુ ઠાકોરના જણાવ્યા અનુસાર ચૂકવણી કરી હતી.

ત્યારબાદ શાલુબેન હિમાંશુ ઠાકોરને સાઇટ પર પોતાના ફ્લેટના બુકિંગ નાણાં જે ઓનલાઇન ચૂકવ્યા હતા. તેની રિસિપ્ટ બાબતે ગયા હતા ત્યારે સિધેશ્વર-પાર્થેશ્વર સાઇટના બિલ્ડરે તથા તેમના જવાબદાર સ્ટાફે જણાવ્યું હતું કે અમારી સાઇટ પરથી હિમાંશુ ઠાકોરને છૂટ્ટા કર્યા છે જેથી તમારે અમારી સાથે લેવાદેવા નથી જ્યારે કે હિંમાંશુ ઠક્કરે શાલુબેનને સિધ્ધેશ્વરના લેટરપેડ પર તથા કવર સાથે રસીદ બનાવી આપી છતાં સિધેશ્વર સાઇટના બિલ્ડરે હાથ અધ્ધર કરી દીધાં હતાં.

પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે રજુઆત કરી વહેલીતકે મારા રૂપિયા પરત અપાવવા માગણી
હુ સિધ્ધેશ્વર પાર્થેશ્વર સાઇટ પર ફ્લેટ જોવા માટે ગઇ હતી. ત્યારે હિમાંશુ ઠાકર મળ્યો હતો. ફલેટ મને પસંદ આવતા 51 હજાર આપી બુકિગ કરાવ્યું હતું. ત્યારબાદ 4.90 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જેની રિસીપ્ટ લેવા ગઇ ત્યારે ત્યારબાદ બિલ્ડરે અને જવાબદાર લોકોએ અમે હિમાંશુ ઠાકુરને છુટા કરી નાખ્યા છે. જેથી મે ંરૂપિયાની પરત માગણી કરી હતી ત્યારે તમારે હિમાંશુ ઠાકર પાસેથી લેવાના તેમ કહી હાથ અધ્ધ કરી દીધા હતા. જેથી મને મારા રૂપિયા પરત મળે તેનો ન્યાય મેળવવા પાણીગટે પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે ફરિયાદ નોંધાવી છે.
-શાલુબેન શર્મા, ભોગ બનનાર તથા ફરિયાદી

Most Popular

To Top