ગાંધીનગર(Gandhinagar): ગઈકાલે ગુરુવારે તા. 1 ફેબ્રુઆરીના રોજ લોકસભા ચૂંટણી (LoksabhaElection2024) પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને (Union Finance Minister Nirmala Sitharaman) વચગાળાનું યુનિયન બજેટ (Interim Union Budget) રજૂ કર્યું હતું અને હવે આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના (Gujarat Govt) નાણામંત્રી કનુ દેસાઈ (Gujarat Finance Minister Kanu Desai) ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ (Budget of Gujarat for the year 2024-25) રજૂ કરવા જઈ રહ્યાં છે. દરમિયાન બજેટ પહેલાં કોંગ્રેસના (Congress) નેતાઓ દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, ઈમરાન ખેડાવાલા સહિતનાઓએ વિધાનસભા ખાતે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ બેનરો પહેરી વિરોધ કરી રહ્યાં હતાં. કોંગ્રેસના નેતાઓનું મુખ્ય વિરોધ ગેસની કિંમતો (Gas prices) બાબતે હતો. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ગેસના ભાવ વધુ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. આ સાથે જ ગેસની કિંમતો ઘટાડવા માંગ કરી હતી.
નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા તરફ જઈ રહ્યાં હતાં ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સ્લોગન લખેલા વિવિધ બેનર પહેરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, જિગ્નેશ માવાણી હાજર નહોતા, તેથી તરેહ તરેહની ચર્ચા ઉઠી હતી, તેનો ખુલાસો કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, તેઓ કામ હોવાથી રજા પર છે. અગાઉથી જ જાણ કરી હતી.
દરમિયાન બજેટ પહેલાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારા શિક્ષિત ભારત 2047નું (Educated India 2047) આહ્વાન કરાયું છે, તેને અનુરૂપ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister of Gujarat Bhupendra Patel) દ્વારા રોડ મેપ તૈયાર કરાયો છે. બજેટમાં યુવા શક્તિ, ગરીબો તેમજ નારીશક્તિને પ્રાધાન્ય અપાયું છે.