SURAT

સુરત: પૂણામાં રસ્તો ક્રોસ કરતા યુવકને બીઆરટીએસના બસ ડ્રાઇવરે અડફેટે લીધો

સુરત : પૂણા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરતા યુવકને બીઆરટીએસ બસના ડ્રાઇવરે અડફેટે લેતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારમાં આવેલા શિવાજીનગરમાં રહેતા 40 વર્ષિય ભગવાનભાઈ જુલાલ સનેર 24 મી તારીખે કામ અર્થે પરવત પાટિયા પૂણા વિસ્તારમાં ગયા હતા. તેઓ કેનાલ રોડ પર બીઆરટીએસ રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે બીઆરટીએસ બસના ડ્રાઇવરે ભગવાનભાઈને જોરથી ટક્કર મારી હતી. ભગવાનભાઈને ગંભીર ઇજા થતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

કપરાડાના આસલોણા નજીક લગ્ન પ્રસંગમાં જતાં યુવકોની બાઈક સ્લીપ થતાં એકનું મોત
વલસાડ : કપરાડા તાલુકાના આસલોણા ગામ નજીક લગ્ન પ્રસંગમાં જતાં યુવકોની બાઈક સ્લીપ થતાં ગંભીર ઇજાને લઈ બાઈક પાછળ બેસેલા યુવાનનું સારવાર માટે લઇ જતા દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે બાઈક ચાલકને નજીવી ઇજા પહોચી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કપરાડા તાલુકાના ભીલીયા ગામ પ્રાથમિક શાળા નજીક રહેતા રોહિત સદુભાઈ કાનાત ગઈકાલે રાત્રે બાઈક નંબર જી.જે.15.બી.એચ.8755 લઈ મયુર ખાડમ (ઉ. વ.16. રહે.ભીલિયા ગામ)ને બેસાડી મોહપાડા લગ્નપ્રસંગમાં જઈ રહ્યા હતા, તે સમયે આસલોણા ભીલીયા ફળિયામાંથી પસાર થતા દરમિયાન ઢોળાવવાળા માર્ગ ઉપર બાઈક સ્લીપ થતાં બને ફેકાઇ ગયા હતા.

જેમાં પાછલ બેસેલા મયુરભાઈને માર્ગની બાજુમાં આવેલા પથ્થર માથા અને અન્ય ભાગમાં લાગતા ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે 108 માં સુથારપાડા સી.એચ.સી લઈ જવાઈ રહ્યો હતો. જોકે માર્ગમાં જ તેનું મોત નિપજ્યું હતું. જોકે ઘટનામાં ચાલક રોહિત ભાઈને નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. ઘટના અગે મૃતકના પિતા રમેશ જન્ક્યા ભાઈ ખાડામ (રહે. ભિલીયાં, તા.કપરાડા)એ ચાલક રોહિત કનાત (રહે.ભીલીયા) સામે કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

થાલા નેશનલ હાઇવે પર વાહન અડફટે વસુધારા ડેરીના સિક્યુરિટી ગાર્ડનું મોત
ઘેજ : વસુધારા ડેરી કેમ્પસમાં રહી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર દુબેને અજાણ્યા વાહને હાઇવે અડફટે લેતા મોત નીપજ્યું હતું. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર આલીપોર વસુધારા ડેરી કેમ્પસમાં રહી સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર રમાકાન્ત દુબે (ઉ.વ-૪૨) (હાલ રહે.વસુધારા ડેરી કેમ્પસ તા.ચીખલી) (મૂળ રહે.જોનપુર યુ.પી) જે સાંજના સમયે ડેરીની સામે આવેલી હોટલમાં જમવા માટે જઇ રહ્યા હતા.

દરમ્યાન કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફટે લેતા ગળાના ભાગે તથા ડાબા હાથના ખભા પર તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવની ફરિયાદ મરનારના પુત્ર આશિષ દુબેએ કરતા વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીએસઆઇ સમીર.જે.કડીવાલા કરી રહ્યા છે.

Most Popular

To Top