SURAT

અંબાનગર કેનાલ રોડ પર BRTS ના બસ ડ્રાઇવરને બાઇક ચાલકે જાહેરમાં લાફા ઝીંક્યા, દંડાથી ફટકાર્યો

સુરત(Surat) : સુરતમાં બીઆરટીએસ (BRTS) બસના ડ્રાઈવરને (Bus Driver) જાહેરમાં લાફા (Slap) અને દંડા વડે ફટાકરવાની ચોંકાવનારી ઘટના બની છે. પોતે પોલીસ કર્મચારી હોવાનો રૂઆબ બતાવી એક યુવકે અંબાનગર કેનાલ રોડ પર બસના ડ્રાઈવરને ફટકારતા લોક ટોળું ભેગુંં થઈ ગયું હતું. આ મારામારીમાં બસ ચાલકને ઈજા પહોંચી હોય તેને સારવાર માટે નજીકની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભટાર અંબાનગર કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલની સામે આજે સોમવારે સવારે BRTS બસના ડ્રાઇવરને બાઇક ચાલકે જાહેરમાં લાફા માર્યા હતા. ત્યાર બાદ ક્યાંકથી દંડા લાવી તેના વડે ફટકાર્યો હતો. એટલું જ નહીં પણ ઇજાગ્રસ્ત બસના ડ્રાઇવરને સારવાર માટે સિવિલ ખસેડાતા આખી ઘટના બહાર આવી છે.

રોડની સાઈડ ઉપર બાઇક ચલાવતા યુવકે પોતે પોલીસકર્મી હોવાનો રુઆબ બતાવી હુમલો કર્યો હોવાનું ડ્રાઈવર વિથોબા મોરે ઉર્ફે વિજય પાટીલે જણાવ્યું હતું. બસની આગળ નીકળવાની ઉતાવળમાં બાઇક બસ સાથે અથડાતા હુમલો કરી જાહેરમાં ધાક જમાવ્યો હોવાનું ઇજાગ્રસ્ત વિથોબાએ જણાવ્યું છે.

ધનંજય દશવંત (કંડકટર) એ જણાવ્યું હતું કે તેઓ આજે ફરજ પર હતા. મુસાફરોથી ભરેલી બસ લઈ ચોકથી ઉન પાટિયા જઈ રહ્યા હતા. ત્યારે યુનિક હોસ્પિટલ ચાર રસ્તા નજીક એક બાઇક ચાલક રોંગ સાઈડ પર આવીને આગળ નીકળવાની ઉતાવળમાં બસ સાથે ટકરાઈ ગયો હતો. બસની ટક્કર લાગતા બાઇક ચાલક ગુસ્સે ભરાયો હતો અને બસ ના ડ્રાઇવર વિથોબા ઉર્ફે વિજય ને બસમાંથી નીચે ઉતારી કપડા ફાડી લાફા મારી દીધા હતા. ત્યારબાદ બાઈકમાંથી પોલીસનો દંડો કાઢી જાહેરમાં તેને ફટકાર્યો હતો. લોકો જોતા જ રહી ગયા હતા. બાઈક ચાલક જતા જતા ધમકી આપી ગયો હતો કે રાત 9 બજે તુજે દેખતા હું. ઇજાગ્રસ્ત વિજય ને તત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા શરીર પર માર ના નિશાન જોઈ ડોક્ટરો પણ હકીકત સાંભળી ચોંકી ગયા હતા.

પરિવારે કહ્યું હતું કે સાહેબ નોકરી કરી ને ગુજરાન ચલાવીએ છીએ. વિજયના બે સંતાન અને પત્ની અને માતા-પિતાની જવાબદારી છે. ચાલુ નોકરી પર અજાણ્યા બાઇક ચાલકે હુમલો કર્યો છે. સ્ટાફમાં હોવાનું કહીને ફટકાર્યો છે. પોલીસ, TRB કે હોમ ગાર્ડ હોય એવું લાગે છે. એનો બાઇક નંબર GJ05LA5291 હોવાનું હાલ જાણવા મળ્યું છે ઘટના બાદ ત્રાફિક જામ થઈ ગયો હતો. રાહદારીઓની નજર સામે વિજય ઉર્ફે વિથોબા પર હુમલો થયો છે. ન્યાય માટે કમિશનર ના દરવાજા ખખડાવીશું.

પોલીસવાળો છું એમ કહી મને મારવા લાગ્યો: ડ્રાઈવર
મારી ગાડી ટર્ન મારતી હતી ત્યારે બાઈક ચાલક સામે આવ્યો. બાઈક પરથી ઉતરીને દંડાથી મારવા લાગ્યો. પોતે પોલીસવાળો હોવાનું કહી દાદાગીરી કરવા લાગ્યો. ટીઆરબી જવાન જેવો દેખાતો હતો. મને સાંભળ્યો નહીં. હાથ પર ખૂબ માર માર્યો.

Most Popular

To Top