વડોદરા: પ્રકાશનો પર્વ દિવાળી આવી પહોંચ્યો છે ત્યારે આ તહેવારમાં દીપ પ્રજ્વલિત કરવાનું મહત્વ છે. વડોદરા ખાતે મ્યુઝિયમમાં એક 100 વર્ષ જૂનો સાચવીને રાખવામાં આવ્યો છે. 19 મી સદીનો આ દીવો દક્ષિણ ભારતથી લાવવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રામ રાવણનો વધ કરી 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પહોંચ્યા હતા. ત્યારે તેઓના સ્વાગતમાં સહુએ દીપ જલાવી વધામણાં લીધા હતા. ભગવાન જયારે અયોધ્યા પહોંચી રહ્યા હતા ત્યારે દક્ષિણ ભારતના લોકોએ પણ વિશેષ દીપ પ્રજ્વલિત કરી તેઓનું સ્વાગત કર્યું હતું.
વિશેષ પ્રકારનો દીવો જે જેનું આસન હાથી હતું અને લક્ષ્મીજીની આકૃતિ વાળો આ દીવો હતો તેની પ્રતિકૃતિ વડોદરા ખાતે કમાટીબાગ ખાતે મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આ લેમ્પ 19 મી સદીનો છે. જે બ્રોન્ઝ થી બનાવવામાં આવ્યો છે. હાલ દિવાળીના તહેવારોમાં તેને ડિસ્પ્લે માં મુકવામાં આવ્યો છે. મ્યુઝિયમના સંચાલકો દ્વારા તેની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. અને તેને પ્રકાશના પર્વનું પ્રતીક પણ માનવામાં આવી રહ્યું છે. હાલ આ દીવો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ અંગે મ્યુઝિયમના ક્યુરેટર ડો. ઇન્દુ બાલાએ જણાવ્યું હતું કે મ્યુઝિયમ ખાતે આ દીવાની વિશેષ કાળજી રાખવામાં આવે છે.
ચોમાસા પૂર્વે અને ચોમાસા બાદ એને વાતાવરણને અનુરૂપ કાચમાં રાખી તેનું ટેમ્પરેચર મેઈન્ટેઈન રાખવામાં આવે છે. સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ દીવો અહીં લાવવામાં આવ્યો હતો. અને તે આપણી સંસ્કૃતિના દર્શન કરાવી રહ્યો છે.