SURAT

સગા ભાઈ-બહેનને પણ ઘરમાં એકલા મુકશો નહીં, સુરતમાં માતા-પિતા કામ પર ગયા અને ભાઈએ..

સુરતઃ તરૂણ વયના ભાઈ-બહેનોને ઘરમાં એકલા મુકી નોકરી-ધંધા પર જતા માતા-પિતાની આંખ ઉઘાડનારો બનાવ સુરત શહેરમાં બન્યો છે. અહીં એક 13 વર્ષીય તરૂણી ગર્ભવતી થઈ છે. અત્યંત આઘાત પમાડનારી વાત એ છે કે સગા મોટા ભાઈએ આચરેલા દુષ્કર્મને લીધે તરૂણીને ગર્ભ રહ્યો છે. આ મામલો બહાર આવતા માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા. તરૂણીની માતાએ પોતાના જ દીકરા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં મજૂરીકામ કરતી 36 વર્ષીય મહિલાએ આપેલી ફરિયાદ અનુસાર તેણી પોતાના પતિ અને બે બાળકો સાથે ઉધના વિસ્તારમાં રહે છે. મજૂરીકામ કરી દંપતિ પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગઈ તા. 30 સપ્ટેમ્બરના રોજ 13 વર્ષીય દીકરીને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો.

તેથી ઉના પાણી રોડના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તબીબે દીકરીને ચારથી પાંચ માસનો ગર્ભ હોવાનું જણાવી સિવિલમાં લઈ જવા કહ્યું હતું. આથી દીકરીને સિવિલ લઈ ગયા હતા. સિવિલના તબીબે પણ ચેક કરી દીકરીને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાની જાણ કરી હતી.

ત્યાર બાદ આ મામલે દીકરીને પૂછપરછ કરતા દીકરીએ કહ્યું હતું કે, ચાર-પાંચ મહિના પહેલાં જ્યારે માતા-પિતા કામ પર ગયા હતા ત્યારે ઘરમાં તે અને તેનો મોટો ભાઈ એકલા હતા. ત્યારે મોટો ભાઈએ કહ્યું હતું કે, ઘરમાં મમ્મી-પપ્પા નથી અને આપણે બંને એકલા છે, જેથી મારે તારી સાથે સેક્સ કરવું છે. જેથી હું ગભરાઈ હતી અને ના પાડતા મોટા ભાઈએ પકડી બળજબરીપૂર્વક કપડા કાઢી દુષ્કર્મ કર્યું હતું. તેમજ મમ્મી-પપ્પાને કહેશે તો જાનથી મારી નાંખી એવી ધમકી આપી હતી. જેથી હું ગભરાઈ ગઈ હતી. ત્યાર બાદ પણ ધાક ધમકી આપી મોટા ભાઈએ બે વાર નાની બહેન સાથે દુષ્કર્મ કર્યું હતું.

આ મામલો બહાર આવતા માતાએ પોતાના દીકરા વિરુદ્ધ બહેન સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ આપી હતી.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર દુષ્કર્મના આરોપી સગીરની ઉંમર 16 વર્ષ છે. તેને વેબસિરિઝ જોવાની આદત છે. વેબસિરિઝ જોયા બાદ સેક્સનો કીડો સળવળતા સગી બહેનને શિકાર બનાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top