બ્રિટન: બ્રિટન(Britain)માં પીએમ(PM) પદની રેસમાં ઋષિ સુનક(Rushi Sunak) હારી ગયા છે. બ્રિટનના વિદેશ મંત્રી લિસ ટ્રસ(Lis Truss)ને ત્યાં નવા વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તે બોરિસ જોન્સન(Boris Johnson)નું સ્થાન લેશે. લિસ ટ્રસ બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા છે. પાર્ટીના સભ્યોએ બોરિસ જ્હોન્સનના અનુગામી તરીકે ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનક અને વિદેશ પ્રધાન લિસ ટ્રસ વચ્ચે પસંદગી કરવાની હતી.
સુનક 20,927 મતોથી ચુંટણી હારી ગયા
પીએમની રેસમાં 42 વર્ષીય સુનકને હવે 47 વર્ષીય લિસ ટ્રસથી હાર મળી છે. પીએમની આ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના 1 લાખ 60 હજારથી વધુ સભ્યોએ મતદાન કર્યું હતું. ચૂંટણી પહેલા આવી રહેલા સર્વેમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઋષિ સુનક આ રેસમાં પાછળ રહી ગયા છે. મળતી માહિતી અનુસાર, ટોરી નેતૃત્વની આ ચૂંટણીમાં લિસ ટ્રસને કુલ 81,326 વોટ મળ્યા છે. જ્યારે ઋષિ સુનકને 60,399 વોટ મળ્યા હતા. મતલબ સુનક આ ચૂંટણી 20,927 મતોથી હારી ગયા. લિસ ટ્રસ બ્રિટનની ત્રીજી મહિલા વડાપ્રધાન છે. અગાઉ માર્ગારેટ થેચર અને થેરેસા મે આ પદ પર રહી ચૂક્યા છે.
ઋષિ સુનક પર હતી ભારતની નજર
ચૂંટણી ભલે બ્રિટનમાં હતી, પરંતુ ભારતમાં પણ તેની ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેનું કારણ હતું ઋષિ સુનકનું ભારતીય કનેક્શન. ભારતીય લોકો બ્રિટિશ ભારતીય નાગરિક સુનાકની જીતની શુભેચ્છા પાઠવી રહ્યા હતા. સુનક ભારતના જાણીતા વ્યક્તિત્વ નારાયણ મૂર્તિ (ઈન્ફોસિસના સ્થાપક)ના જમાઈ છે.
સુનાકની વિરુદ્ધમાં માહોલ ઉભો કરાયો હતો
કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતાની પસંદગીની પ્રક્રિયા ઓગસ્ટમાં શરૂ થઈ હતી. તેમાં પાર્ટીના કુલ 1.66 લાખ સભ્યોએ ભાગ લીધો હતો. જ્યારે બ્રિટનમાં પીએમ તરીકે બોરિસ જ્હોન્સનના વિકલ્પની ચર્ચા ચાલી રહી હતી ત્યારે સુનકનું નામ ઝડપથી ઉપર ચઢતું જોવા મળ્યું હતું. તેમના ‘રેડી ફોર સુનક’ અભિયાનને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. પરંતુ બાદમાં એવી ચર્ચા થઈ હતી કે સુનકે બોરિસ જોનસનને હટાવી દીધા હતા. આવી સ્થિતિમાં તેઓ પીએમ પદનો તાજ મેળવી શકતા નથી. આ સિવાય સાજિદ જાવિદ, નદીમ જાહવી અને મર્દંત જેવા સાંસદોએ પણ પોતાનો પક્ષ બદલ્યો હતો.