World

બ્રિટનઃ હિંદુ મંદિરમાં તોડફોડ બાદ ભારતે નોંધાવ્યો વિરોધ, કડક કાર્યવાહીની કરાઈ માંગ

બ્રિટન: બ્રિટનમાં (Britain) ભારતીય (India) હાઈ કમિશને ઈંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં ભારતીય સમુદાય વિરુદ્ધ થયેલી હિંસાની (violence) ઘટનાની નિંદા કરી છે. હાઈ કમિશને પણ આ બાબતે તાત્કાલિક પગલાં લેવાની અને આ હુમલાઓમાં અસરગ્રસ્તોને રક્ષણ આપવાની માંગણી કરી છે. હકીકતમાં, લેસ્ટરમાં, એક પક્ષે હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરની ઉપર ભગવો ધ્વજ ફેંકી દીધો હતો.

બ્રિટનમાં ભારતીય હાઈ કમિશને સોમવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે લેસ્ટર શહેરમાં ભારતીય સમુદાય વિરુદ્ધ હિંસા અને હિંદુ મંદિરની તોડફોડ અને પ્રતીકના વિનાશની સખત નિંદા કરીએ છીએ.” અમે આ મામલો યુકે પ્રશાસન સાથે જોરશોરથી ઉઠાવ્યો છે અને આ હુમલાઓમાં સામેલ લોકો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. અમે આ હુમલાના પીડિતોને સુરક્ષા માટે પણ હાકલ કરીએ છીએ.

શું છે સમગ્ર મામલો ?
પૂર્વ લેસ્ટરમાં અજાણ્યા શખ્સોએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરની બહાર ભગવો ધ્વજ ફેંકી દીધો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે કાળા વસ્ત્રો પહેરેલો એક વ્યક્તિ મંદિરની ઈમારત પર ચડીને ભગવો ધ્વજ ઉતારી રહ્યો છે. મંદિરમાં તોડફોડની આ ઘટના વાસ્તવમાં હિન્દુ અને મુસ્લિમ જૂથો વચ્ચેના કોમી તણાવ વચ્ચે કરવામાં આવી હતી.

હકીકતમાં, ગયા મહિને ભારત-પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટ મેચ બાદ બંને સમુદાયો વચ્ચે તણાવ વધી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનની મેચ બાદથી આ વિસ્તારમાં બંને સમુદાયો વચ્ચે તણાવનું વાતાવરણ હતું. આ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. જે બાદ એક બીજા પર ટોણા માર્યા બાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધી ગયો હતો. આ પછી એક તરફના ટોળાએ મંદિરમાં તોડફોડ કરી હતી. લેસ્ટર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના મામલે ભારતમાં પણ હિન્દુ ધર્મ સંગઠનને મનમાં ઠેસ પહોંચી છે. જેના કારણે ભારતીય સમુદાય દ્વારા આ ઘટનાની અવગણના કરવામાં આવી રહી છે. ભારતીય આ ઘટનાથી નારાજ છે અને આ ઘટના સામે કડક કર્યાવાહીની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top