Vadodara

ભાજપનો ખેસ લઈ આવનારને 1 કિલો લીંબુ મફત અપાયા

વડોદરા : અસહ્ય મોંઘવારીમાં લીંબુના ભાવમાં વધારો થતાં વડોદરાના યુવકે અનોખી રીતે ભાવવધારાનો વિરોધ વ્યકત કર્યો હતો.વડોદરાના સ્વેજલ વ્યાસ અને તેમની ટીમે બુધવારે વિરોધ વ્યકત કરવા વડોદરાના ભાજપ કાર્યોલય ખાતે ભાજપના કાર્યકરોને મફત લીંબુ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો.પરંતુ ભાજપ કાર્યોલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા સ્વેજલ વ્યાસ અને તેમની ટીમ શહેર પોલીસ કમિશનર સમક્ષ પહોંચી હતી અને પોલીસ કમિશનરને લીંબુ પકડાવાનો પ્રયાસ કર્યો હતો અને રજૂઆત કરી હતી. સ્વેજલ વ્યાસે વડોદરામાં ભાજપના કાર્યકરોને 500 કિલો લીંબુ મફતમાં આપવાનું લક્ષ્યાંક હોવાનું જણાવ્યું હતું.

વડોદરાની ટીમ રિવોલ્યુશન ના સ્વેજલ વ્યાસે ભુતકાળમાં દૂધનો ભાવ વધારો થતાં તેમણે ભાજપના કાર્યકરોને મફતમાં દૂધ અને પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો થતાં ભાજપના કાર્યકરોને મફતમાં 1 લીટર પેટ્રોલ ડિઝલ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો.ભાજપનો ખેસ પહેરીને આવે તે વ્યક્તિને સ્વેજલ વ્યાસ દ્વારા મફતમાં પેટ્રોલ ડિઝલ અને દૂધ આપવામાં આવ્યું હતું.આ જ પ્રકારે તાજેતરમાં લીંબુનો અસહ્ય ભાવ વધારો થતાં લીંબુનો ભાવ 300 રુપિયે પહોંચ્યો છે.ત્યારે સ્વેજલ વ્યાસ અને તેમની ટીમે ભાજપના કાર્યકરોને મફતમાં લીંબુ આપવાનો કાર્યક્રમ યોજયો હતો.આ કાર્યક્રમના ભાગરુપે સ્વેજલ વ્યાસ ટીમ સાથે બુધવારે બપોરે સયાજીગંજ વિસ્તારમાં મનુભાઇ ટાવર સ્થિત ભાજપના કાર્યોલય પાસે પહોંચ્યા હતા. મફતમાં લીંબુ આપવાનો કાર્યક્રમ યોજવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી તેઓ કાર્યક્રમ યોજી શકયા ન હતા જેથી પોતાનો વિરોધ નોંધાવવા તેઓ લીંબુનો જથ્થો લઇને પોલીસ કમિશનર કચેરી ખાતે ગયા હતા,જયાં તેમને લીંબુ લઇ જવા બદલ અટકાવવામાં આવ્યા હતા.આમ છતાં તેઓ પોલીસ કમિશનરને મળ્યા હતા અને લીંબુ પકડાવાનો પ્રયાસ કરીને વિરોધ નોંધાવ્યો હતો.પોલીસ કમિશનર કચેરીમાં બેનર અને લીંબુ સાથે તેમણે વિરોધ નોંધાવ્યો હતો તેમના આ વિરોધ પ્રદર્શનથી ભારે ઉત્તેજના છવાઇ ગઇ હતી.જોકે સ્વેજલ વ્યાસ પોલીસ કમિશનરને રજૂઆત કરી બહાર નિકળ્યા ત્યારે કેટલાક લોકોએ તેમની કારને નુકશાન કરવાનો પ્રયાસ કર્યો હતો.જેથી તેમણે પોલીસ કન્ટ્રોલ રુમને જાણ કરી હતી.જ્યારે સ્વેજલ વ્યાસે ભાજપના યુવા મોરચાના કેટલાક કાર્યકરોએ આવીને તેમના વાહનને અથડાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

Most Popular

To Top