Charchapatra

રાજ્યમાં તબીબોની હડતાળનો તાત્કાલિક અંત લાવો

છેલ્લાં બે વર્ષથી વિશ્વમાં ભરડો લઇ રહેલ કોરોનાના ભયંકર રોગને નાથવા, સરકારને સમયે તબીબો અને સહાયક સ્ટાફનો સહકાર સાંપડ્યો, જયારે ગંભીર  સ્થિતિમાં, તબીબોને ભગવાનનું રૂપ કહેવા લાગ્યા. આમ પણ સામાન્ય જીવનમાં માંદગીમાં તો તબીબ જ ભગવાન કહેવાય. લોકશાહીમાં દરેકને પોતાના ન્યાયિક  અધિકારની માંગણીઓ સ્વીકારવા સરકારને રજૂઆત  કરતા હોય છે. આખરી તબક્કામાં જ આંદોલનનો  માર્ગ અપનાવતા હોય છે.

હાલમાં પ્રસિદ્ધ થતા સમાચારો મુજબ રાજ્યના તબીબો તેમની જુદી જુદી માંગણીઓ સ્વીકારવા હડતાળ ઉપર  છે. તેઓની હડતાળના કારણે સામાન્ય નાગરિકને હાડમારી  ભોગવવી પડે છે  એ તબીબો પણ સમજે છે અને બીજી બાજુ તેઓની માંગણીઓ પ્રત્યે સરકારે પણ સમાધાનકારી  વલણ  અપનાવવું જોઇએ.

મૂળ વાત એવી છે કે ડોક્ટરોને માન સન્માન આપવાની ખૂબ જ તાતી જરૂરિયાત છે, પણ દરેક જગ્યાએ ડૉક્ટરને સમજનારની ક્ષમતાનો અભાવ હોય એવું નથી  લાગતું? ડૉક્ટર એ ભગવાનનું જ બીજું સ્વારૂપ એમ માનવું. મોટા ભાગના ડૉક્ટર માનવતાવાદી જ હોય છે, કેટલાક કિસ્સાઓમાં નફાકારક  પ્રવૃત્તિ કરતા હોય તેના લીધે આખા સમુદાયને દોષ ન આપી શકાય. આ તબીબોની માંગણી જે હોય તે, પણ  તબીબો  સમાજનો પૂજવાલાયક સમુદાય છે ત્યારે તાકીદે તબીબોના અને સામાન્ય જનસમુદાયના હિતમાં હડતાળનો અંત આવવો  જોઇએ. સુરત  – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top