Madhya Gujarat

ભરઉનાળે ધોમધખતા તાપમાં પીવાના પાણી માટે વલખા મારતા ગરાડુંના લોકો

કડાણા અને માછણ નાળા ડેમ નજીક હોવા છતાં ગામ પાણી માટે તરસી રહયું છે

દાહોદ: ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના બે ફળિયામાં પાણીની સુવિધા ન હોવાના કારણે ગ્રામજનો ઉનાળાના આકરા તાપમાં પાણી ભરવા માટે એક એક કિલોમીટર સુધી રઝળપાટ કરવા માટે મજબૂર બન્યા છે. અને ગામમાં એક હેડ પંપ અને એક કુવો હોવાથી અનેક ફળિયાનાં લોકો પાણી ભરવા આવતા હોય છે ત્યારે હેંડ પંપ અને કુવો પર લોકોની પાણી ભરવા માટે સવારથી લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે.ત્યારે હમણાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે આ સમયે ગ્રામ્ય લેવલે સતત કેસોમાં નોંધપાત્ર વધારો થતો હોવાથી તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ઝાલોદ તાલુકાના ગરાડુ ગામમાં આ રીતે પાણી ભરવા માટે મોટી કતારો લાગતી હોય છે.

ગરાડું ગામનો રિયાલિટી ચેક

ઝાલોદના તાલુકાના ગરાડું ગ્રામવાસીઓ પાણીના સંકટ માટે ઝઝૂમી રહ્યા છે.તેમજ આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલભાઈ ગરાસિયાની રજૂઆત બાદ સ્થળ પર જઈ રિયાલિટી ચેક કરતા ગ્રામવાસીઓ ખરેખર પાણીના સંકટ સામે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે. ઝાલોદ શહેર આસપાસના વિસ્તારોને સિંચાઈ તેમજ પીવાના પાણી પૂરું પાડતો માછલનાળા ડેમ હોવા છતાંય  ગામના લોકો મૂંગા પશુઓ તેમજ પીવાના પાણી માટે એક-એક કિલોમીટર દૂર આકરા તાપમાં કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.

ગંદુ પાણી પીવા માટે ગ્રામજનો મજબૂર

ઝાલોદ તાલુકાના ગરાડુ ગામમાં એક તળાવ હેડપંપો તેમજ કૂવાઓ આવેલા છે.જે પૈકી મોટાભાગના હેડપંપ બગડી જતા બંધ હાલતમાં છે. તેમજ તળાવનો પાણી સુકાઈ જતા કૂવાના તળ ઉંડા જતા રહ્યા છે. જે પડતા પર પાટુ સમાન છે. હાલ ગામમાં એક હેન્ડપંપ અને એક કૂવો હોવાથી કૂવામાં માંડ 2 ફૂટ પણ પાણી ન મળતાં અને કુવામાં પાણી પણ ઉંડુ જતા રહેતા ગ્રામજનો ગંદુ અને ડહોલાયેલું પાણી પીવા મજબુર બન્યા છે.

ઉનાળાના આકરા તાપમાં પાણી ભરવા લાંબી કતારો

ગરાડું ગામના લોકો પાણી માટે વહેલી સવારના 5 વાગ્યાથી પાણી ભરવા માટે નીકળી પડે છે. તેમાંય ગામમાં એક જ હેંડપંપ તેમજ કૂવો ચાલુ હોવાથી મહિલાઓ તેમજ બાળકો ઉનાળાના આકરા તાપમાં કતારોમાં ઉભા રહી પોતાનો નંબર આવવાની રાહ જોઈ રહ્યાં હોય છે.તોય લોકો ને પાણી મળતું નથી.ગામમાં પશુપાલકો માટે તો પાણીએ બેવડો સંકટ સાબિત થઇ રહ્યો છે. માનવ તો દૂર પશુઓ માટે પણ પાણીની કોઈ સુવિધા ન હોવાથી આ વિસ્તારના લોકોની પોતાના સાથે મૂંગા પશુઓ માટે દૂર-દૂર થી પાણી લાવીને પાણી પીવડાવું પડે છે.

Most Popular

To Top