વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં પાણીની તકલીફ દૂર થાય તે માટે સિંધરોટ ખાતે ચાલતા પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂરું કરવાનું આયોજન હાથ ધર્યું છે. મહી નદીમા સિંધરોટ ખાતે ઇનટેકવેલ અને પાણીની લાઇન નાખવા તથા વડોદરા સુધીનું નેટવર્ક ઊભું કરાયુંં છે. સેલિબ્રિટી ચઢાવવાની કામગીરી જર્મન બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો જેના કારણે બે મજૂરો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટના બનતા જ પાણી કોંગ્રેસના કોર્પોરેટર જહાં દેસાઇ અને પુષ્પા વાઘેલા, પુરવઠાના અધિકારીઓ સહિત પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો.
અમૃત યોજના હેઠળ સિંધરોટ ખાતે 150 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે 16 કિલોમીટર લંબાઇમાં ટ્રાન્સમિશન લાઈન નાખી શહેર સુધી પાણી લવાશે. આ પ્રોજેક્ટ આશરે રૂપિયા 165 કરોડના ખર્ચે બની રહ્યો છે. પાણીની જે લાઇન નાખવાની છે તેમાં હવે થોડું કામ બાકી રહ્યું છે અને કામગીરી પૂરી થવામાં છે. હજુ ગત રોજ 100 કરોડ ના બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે તેમાં 97 કરોડ રૂપિયા આ બ્રિજ ખાતે ખર્ચ કરવામાં આવનાર છે ત્યારે એક યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ક્યારે શુક્રવારના રોજ 7 વાગે સ્ટીલ ના બ્રિજ ચઢવાની કામગીરી કરતા તેમાં ચૂક ના કારણે બ્રિજ તૂટી પડતા બે મજૂરો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.
પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ મનીષ પગાર સહિત પાણી પુરવઠા વિભાગના અમૃત મકવાણા સ્થળ પર પહોંચી ગયા હતા. કોંગ્રેસના કોર્પોરેટર જહા દેસાઈ અને પુષ્પા વાઘેલાએ જણાવ્યું હતું કે ગંભીર બેદરકારી ધ્યાને આવી છે, કડકમાં કડક પગલા લેવા જોઇએ તેવી અમારી માંગ છે, નહીં તો આગામી દિવસમાં આંદોલન કરવામાં આવશે જ્યારે પાણી પુરવઠાના અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે બીજા આદત ક્રિષ્ના કોર્પોરેશન અને રાજ કમલ જોઈન્ટ વેન્ચરમાં કામગીરી કરી રહ્યા છે. ડ્રીલ ચઢાવવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની છે જેમાં બે મજૂરો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રોજેક્ટમાં વિલંબ થાય તો નવાઇ નહીં
ઇનટેકવેલ માટે 22 મીટર ઊંચું ફાઉન્ડેશન બનાવ્યું છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 37 એમએલડિ ક્ષમતાના ચાર છે. પ્રથમ તબક્કામાં બે પ્લાન્ટ ચાલુ કરાશે જેનાથી દક્ષિણ વિસ્તારને હાલની 50 એમ એલ ડી.ની જે અછત છે તે દૂર થશે. દક્ષિણ ઝોનમાં પાણીનો ખૂબ જ હજુ ગત રોજ 100 કરોડ ના બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે તેમાં 97 કરોડ રૂપિયા આ બ્રિજ ખાતે ખર્ચ કરવામાં આવનાર છે ત્યારે એક યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. પ્રશ્ન હોવાથી તેને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ મુકાયો છે અને એપ્રિલ સુધીમાં દક્ષિણને પાણી મળી રહેશે. દંતેશ્વર, જાંબુઆ, અલવાનાકા તરસાલી, માંજલપુર વગેરે વિસ્તારમાં પાણીના પ્રશ્નો છે. જોકે હવે આ દુર્ઘટના બાદ પ્રોજેક્ટને સમયમર્યાદામાં વિલંબ થાય તો નવાઇ નહીં.