સુરત, હથોડા, કામરેજ: કામરેજમાં તાપી નદી પર આંબોલી-ખોલવડ વચ્ચે બનાવેલા બ્રિજનો સ્પાન ક્ષતિગ્રસ્ત થતાં તેને રિપેર કરવા માટે એક મહિના પહેલા બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજના રિપેરિંગની કામગીરી પુરી થઈ ગઈ છે. જેને પગલે મંગળવારે મોડી રાત્રિથી બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. બ્રિજ ખુલ્લો મુકાતાં જ વાહનચાલકોને હવે ટ્રાફિકજામમાંથી મુક્તિ મળી જશે.
આ બ્રિજને બંધ કરવામાં આવતાં કિમથી એનાના એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું. બ્રિજ ખુલ્લો મુકી દેવાયા છતાં પણ વાહનચાલકોને વધુ એક સુવિધા ચાલુ રહે તે માટે કિમથી એનાના એક્સપ્રેસને પણ એક તરફ ચાલુ રાખવામાં આવ્યો છે. જોકે, એક વાત ચોક્કસ છે કે બ્રિજ ખુલ્લો મુકાયો પરંતુ જે રીતે નેશનલ હાઈવે પર મસમોટા ખાડાઓ પડેલા છે તે વાહનચાલકો માટે મોટો માથાનો દુખાવો રહેશે.