World

બ્રાઝિલમાં અનેક શહેરોમાં કોરોનાની બીજી લહેરમાં જન્મદર કરતાં મૃત્યુદર વધુ

હાલમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગયા મહિને બ્રાઝિલના અનેક શહેરોમાં જન્મ કરતાં વધુ મોત નોંધાયા હતા. રિયો ડી જાનેરો સહિતના ઓછામાં ઓછા દસ શહેરોમાં માર્ચ મહિનામાં જન્મદર કરતા મૃત્યુદર વધુ નોંધાયો હતો.
રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર મુજબ, રિયો ડી જાનેરોમાં માર્ચમાં 36,437 મૃત્યુ નોંધાયા હતા, જેની સામે માત્ર 32,060 બાળકોનો જન્મ થયો હતો.બ્રાઝિલ હાલમાં કોરોના સંક્રમણનું વૈશ્વિક કેન્દ્ર છે.

ત્યાં ગયા અઠવાડિયે દૈનિક મૃત્યુ 4,000થી વધુ હતા. ત્યાં આઈસીયુમાં બેડ ઉપલબ્ધ થાય તે પહેલાં ઘણા દર્દીઓના મોત થઈ રહ્યા છે. બ્રાઝિલના તમામ 27 પ્રદેશોમાં હાલમાં આઇસીયુ ક્ષમતા લગભગ 80 ટકા જેટલી છે. બ્રાઝિલમાં 13 મિલિયનથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તેમાંથી 380,000 લોકો મોત થયા હતા. જે યુનાઇટેડ સ્ટેટ્સ પછીનો સૌથી વધુ મૃત્યુઆંક છે. બ્રાઝિલિયન એસોસિએશન ઑફ ઇન્ટેન્સિવ મેડિસિન દ્વારા સપ્તાહના અંતે પ્રકાશિત કરાયેલા એક અભ્યાસ મુજબ, ત્યાંના 50 ટકા આઇસીયુમાં 40 વર્ષથી ઓછી વયના યુવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top