Columns

બ્રાન્ડ સક્સેસ સ્ટોરી:બોટ અને મામાઅર્થ

બોટ (boAt)
બજારમાં એવી ઘણી ઉત્કૃષ્ટ બ્રાન્ડ્સ છે કે જે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો જેવા કે હેડફોન્સ, ઈયરફોન્સ, સ્પીકર્સ, ટ્રાવેલ ચાર્જર અને પ્રીમિયમ કેબલ્સ ઓફર કરે છે. પરંતુ તેમની સાથે સમસ્યા એ છે કે તેઓ ક્યાં તો ખૂબ મોંઘી છે અથવા આકર્ષક નથી દેખાતી. બોટ લાઇફસ્ટાઇલ અહીં જ ક્રાંતિ લાવી. આ ભારતીય સ્ટાર્ટઅપ તેના સ્ટાઇલિશ ઉત્પાદનો સાથે ગ્રાહકોને આકર્ષવામાં સફળ રહ્યું છે.
શરૂઆત અને વિકાસ
બોટ લાઇફસ્ટાઇલનો ઇતિહાસ ખુબ લાંબો નથી. તે દિલ્હી સ્થિત સ્ટાર્ટઅપ છે જે અમન ગુપ્તા અને સમીર મહેતા દ્વારા 2016માં શરૂ કરવામાં આવ્યું હતું. બોટ લાઇફસ્ટાઇલ સસ્તી, ટકાઉ અને વધુ ‘ફેશનેબલ’ ઓડિયો પ્રોડક્ટ્સ અને એસેસરીઝને યુવાનો સુધી પહોંચાડવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. કંપની સતત વિકાસ કરી રહી છે અને લાખો ‘બોટહેડ્સ’ (કંપની તેના તમામ ગ્રાહકો અને બ્રાન્ડ એમ્બેસેડર માટે વાપરે છે તે શબ્દ) સુધી તેની સેવાઓનો વિસ્તાર કરી રહી છે. કંપનીએ તેના શરૂઆતના બે વર્ષમાં સંઘર્ષ કર્યો. અમન અને સમીરે લગભગ રૂ. 3 મિલિયનની મૂડી સાથે શરૂઆત કરી હતી. 2018 માં, ફાયરસાઇડ વેન્ચર્સના કંવલજીત સિંહે કંપનીમાં રૂ. 60 મિલિયનનું રોકાણ કર્યું. તે દર ત્રણ મિનિટે તેના પરિવારમાં એક બોટહેડનો ઉમેરો કરે છે. બોટ હવે આગામી પાંચ વર્ષમાં રૂ. 500 કરોડના વેચાણનો અંદાજ ધરાવે છે. તેના શરૂઆતના દિવસોમાં, કંપનીએ તેની પ્રોડક્ટ્સ મુખ્યત્વે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ- એમેઝોન અને ફ્લિપકાર્ટ પર વેચી હતી. આજે, કંપની 20 ડિસ્ટ્રીબ્યુટર દ્વારા સમર્થિત 5 હજાર રિટેલ સ્ટોર્સમાં હાજર છે. કંપની દરરોજ 10 હજાર યુનિટ અને દર વર્ષે 40 લાખ યુનિટનું વેચાણ કરવાનો દાવો કરે છે. તેઓ કહે છે કે તેમને અત્યાર સુધીમાં 20 મિલિયનથી વધુ ભારતીયોને સેવા આપી છે.
સફળતા પાછળના કારણો

  • ગ્રાહક-પહેલા અભિગમ અને સતત સુધારા
    કંપની યુઝર્સની જરૂરિયાતોનું નજીકથી નિરીક્ષણ કરવામાં અને તે મુજબ પ્રોડક્ટને વિકસાવવામાં માને છે. તેનું પ્રથમ ઉત્પાદન તૂટે નહીં એવું એપલ ચાર્જિંગ-કેબલ અને ચાર્જર હતું. સ્થાપકોને તેની તાકીદની અનુભૂતિ થયા પછી પ્રોડક્ટ વિકસાવવામાં આવ્યું હતું. તેમના ત્રણ વર્ષના અનુભવના આધારે મુખ્ય આંતરદૃષ્ટિ જે વિકસાવી એ છે કે લોકો વધુને વધુ સ્પોર્ટી અને ફોલ-પ્રૂફ હેડફોન્સ શોધી રહ્યા છે આથી, સ્ટાર્ટ-અપે ફોલ-પ્રૂફ હેડફોન લોન્ચ કર્યા અને તેમના ઉત્પાદનો માટે રસપ્રદ સાબિત થયા.
  • લાઇફસ્ટાઇલ બ્રાન્ડ તરીકે ચિત્રણ
    અમન ગુપ્તાના કહેવા પ્રમાણે ‘’અમે ગ્રાહકોની માનસિકતા બદલવાનો પ્રયાસ કર્યો છે. અમે અમારા ઉત્પાદનોને માત્ર ઇલેક્ટ્રોનિક્સ તરીકે વેચતા નથી. અમે તેમને લાઇફસ્ટાઇલ એક્સેસરીઝ તરીકે વેચીએ છીએ. અમે એ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે અમારા ઉત્પાદનો તમારી રોજિંદી ફેશનનો એક ભાગ બની શકે’’. આ વ્યૂહરચના મુંબઈમાં 2019ના લેકમે ફેશન વીકમાં પ્રદર્શિત કરવામાં આવી હતી જ્યાં બોટ પ્રોડક્ટ્સ એ એકમાત્ર એસેસરીઝ હતી જે મોડલ્સ દ્વારા ડિઝાઈનર્સ માટે રેમ્પ પર પહેરવામાં આવી હતી.
  • ઉત્પાદનોની શ્રેણી વધારવી
    તૂટે નહીં એવું એપલ ચાર્જિંગ-કેબલ અને ચાર્જર લોન્ચ કર્યા પછી, તેઓ જે બીજી પ્રોડક્ટ લાવ્યા તે ઓડિયો રેન્જ હતી, જેમાં ઇયરફોનનો સમાવેશ થતો હતો. ભારતીયો બાસને પસંદ કરે છે તે નક્કી કરવા માટે કંપનીએ ગ્રાહકો પર આ સૂઝનો ઉપયોગ કર્યો. તેમના પ્રથમ ઇયરફોનને બાસહેડ્સ કહેવામાં આવતું હતું. ત્યારબાદ પણ કંપની બજારનું નિરીક્ષણ કરતી જ ગઈ અને ગ્રાહકોની જરૂરિયાત મુજબ ઉત્પાદનોની શ્રેણી રજુ કરતી જ રહી.
  • યોગ્ય લક્ષ્યીકરણ
    કંપની એવા સ્ટાઇલિશ અને સસ્તા ઉત્પાદનો પ્રદાન કરે છે જે યુવાનોને આકર્ષે છે. ઉપરાંત, તેમના બ્રાન્ડ એમ્બેસેડર તમામ યુવા ચહેરાઓ છે જેમકે કાર્તિક આર્યન, કિયારા અડવાણી વગેરે. બોટ કંપનીની મોટાભાગની સફળતા એના બ્રાન્ડ એમ્બેસેડર્સને આભારી છે જેઓ ભારતના સૌથી વધુ અનુસરવામાં આવતા ફિલ્ડમાંથી છે જેમકે – બોલીવુડ અને ક્રિકેટ. કંપની ખાસ કરીને યુવાનો માટે વિશેષ ઉત્પાદનો પણ વિકસાવે છે. દાખલા તરીકે, સ્પોર્ટ્સ ઇયરફોન્સ અને બ્લૂટૂથ સ્પીકર્સે ભારતના વધુને વધુ ફિટનેસ-કેન્દ્રિત મિલેનિયલ્સની પકડ લીધી છે. ઉપભોક્તાઓ તેમના વર્કઆઉટ, ટ્રેલ્સ, હાઇક, મૂળભૂત રીતે તેમની જીવનશૈલીમાં બંધબેસતી એસેસરીઝ પસંદ કરે છે અને વાપરે છે.
  • ઓનલાઇન માર્કેટિંગ
    કંપનીએ તેમની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરવા માટે ઓનલાઈન મોડ્સ અપનાવ્યા હતા. બ્રાન્ડ ટીવી અને પ્રિન્ટ જેવા પરંપરાગત માધ્યમોથી દૂર રહી હતી. તેઓએ મોટાભાગે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા નેટવર્ક પર તેમના કેમ્પેઇન ચલાવ્યા હતા. સ્થાપકોના જણાવ્યા પ્રમાણે મિલેનિયલ્સ મોટે ભાગે ઓનલાઈન રહેતા હોવાથી તેઓએ આ રસ્તો અપનાવ્યો હતો. કંપની તેમની માર્કેટિંગ વ્યૂહરચના તરીકે સેલેબ્સના વર્ડ-ઓફ-માઉથનો પણ ઉપયોગ કરે છે.
    મામાઅર્થ(Mamaearth)
    જ્યારે કોસ્મેટિક ઈન્ડસ્ટ્રીની વાત આવે છે, ત્યારે કસ્ટમર્સ હંમેશા પ્રોડક્ટ બનાવતી કરતી વખતે અનુસરવામાં આવતી પ્રોસેસ વિશે ચિંતિત હોય છે. આ કારણે જ ગ્લોબલ કોસ્મેટિક પ્રોડક્ટ્સનો નવો યુગ જોઈ રહી છે જે ઓર્ગેનિક છે, કુદરતી રીતે ઉત્પાદિત છે અને કુદરતી ઉત્પાદનોની મદદથી ઝેરી અને અન્ય રસાયણો મુક્ત છે. આ ઓર્ગેનિક ઉત્પાદનો વિશેનો ક્રેઝ સ્પષ્ટ દેખાય છે કારણ કે તેનાથી આપણી ત્વચા, વાળ, આંતરડા વગેરેને કોઈ નુકસાન થતું નથી. ખુબ જ સ્પર્ધાત્મક કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં ખુબજ ટૂંકા ગાળામાં પોતાની એક આગવી ઓળખ બનાવનાર મામાઅર્થ કંપની કેવી રીતે આટલી ઝડપથી સફળ થઇ એ જોઈએ.
  • શરૂઆત અને વિકાસ
    કંપનીના સ્થાપક વરુણ અને ગઝલ અલઘની પેરેન્ટ્સ બનવાની સફરથી આ કંપનીની શરૂઆત થઇ. જ્યારે વરુણ અને ગઝલ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખતા હતા ત્યારે તેઓને સમજાયું કે તેઓ જે બેબી કેર ઉત્પાદનો આવનારા બાળક માટે વિચારી રહ્યા છે તેમાં હાનિકારક ઝેરી હોય છે અને સલામત વિકલ્પો તો બિલકુલ ઉપલબ્ધ જ નથી. તેમને ભારતમાં બાળકો માટે કોઈ સેફ પ્રોડક્ટ ન મળતાં, તેઓએ ભારતીય ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું બંધ કર્યું અને અન્ય દેશોમાં બનતા વિશ્વસનીય પ્રોડક્ટની આયાત કરી. આખરે તેઓએ યુ.એસ.માંથી પ્રોડક્ટ ઓર્ડર આપવાનું શરૂ કર્યું પરંતુ તે ખર્ચાળ અને અસુવિધાજનક વ્યવસ્થા હતી. આ ઉપરાંત, તેમને એ પણ સમજાયું કે આવું કરતા માત્ર તેઓ જ નથી જે આ સમસ્યાનો સામનો બીજા પેરેન્ટ્સ પણ કરી રહ્યા છે, હકીકતમાં, ભારતમાં એવા ઘણા બધા માતા-પિતા છે જેઓ આ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. જો કે, કોઈ ઉકેલ ન મળતાં, વરુણ અને ગઝલે આખરે બાળકો માટેના પ્રોડક્ટને વધુ સુરક્ષિત અને સસ્તું બનાવવાની રીતો પર રિસર્ચ કર્યું, તેઓએ નવી બ્રાન્ડની સ્થાપના માટે ઊંઘ વિનાની રાતો વિતાવી, તેના માટે સમર્પિત રિસર્ચ ટીમ બનાવી, યોગ્ય પ્રમાણપત્રો માટે અરજી કરી. આ બધાએ આખરે ગુરુગ્રામ, હરિયાણાથી 2016 માં હોનાસા કન્ઝ્યુમર પ્રાઇવેટ લિમિટેડ હેઠળ મમાઅર્થને જન્મ આપ્યો.
  • ઉત્પાદનો અને તેમની ખાસિયત
    મામાઅર્થ એક વિશિષ્ટ ઉત્પાદન શ્રેણી સાથે બાળકો અને અન્ય લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે 80 થી વધુ કુદરતી ઉત્પાદનો સાથે બાળકની સંભાળ, હેરકેર, સ્કિનકેર વગેરે જરૂરિયાતો પુરી કરે છે. મામાઅર્થ દ્વારા વિકસાવવામાં આવેલી કેટલીક સૌથી નવીન પ્રોડક્ટ્સમાં ભારતના પ્રથમ વાંસમાથી બનેલા બેબી વાઇપ્સ, શૂલ અને પાચનમાં રાહત માટે હિંગ અને વરિયાળી સાથે સરળ પેટ રોલ-ઓન અને 0-10 વર્ષની વચ્ચેના બાળકો માટે 100% કુદરતી છોડ આધારિત ટૂથપેસ્ટનો સમાવેશ થાય છે. તેમાં ડુંગળી, ઉબટાન, ટી ટ્રી, વિટામિન સી, આર્ગન, કોકો અને ચારકોલ જેવા લોકપ્રિય કુદરતી તત્ત્વમાથી ત્વચા અને વાળની સંભાળની પ્રોડક્ટ પણ બનાવે છે. તે માત્ર બાળકોને જ નહીં પરંતુ તેમની માતાઓને પણ સનસ્ક્રીનથી લઈને સ્ટ્રેચ માર્ક રિમૂવલ સીરમ સુધીના વિવિધ ઉત્પાદનો સાથે વિસ્તર્યું છે. તે માતૃત્વના તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  • સ્ટ્રેટર્જી
    મામાઅર્થ ટીમ મમ-પાવરમાં માને છે અને તેણે માતાઓને સીધું નિશાન બનાવવાનું નક્કી કર્યું. ફાઉન્ડર્સને વિશ્વાસ હતો કે એકવાર ગ્રાહકોએ મામાઅર્થ પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા પછી, વર્ડ-ઓફ-માઉથ પબ્લિસિટી કંપની માટે અવિશ્વસનીય કામ કરશે. ટીમે પ્રભાવક માર્કેટિંગ દ્વારા સોશ્યલ મીડિયાની શક્તિનો પણ લાભ લીધો. પ્રાથમિક વ્યૂહરચના સમાન વિચારસરણીવાળા માતાપિતાને પકડવાની હતી જેઓ તેમના બાળકો માટે શ્રેષ્ઠ સિવાય બીજું કશું જ ઇચ્છતા નથી. કસ્ટમર એક્વિઝીશન સ્ટ્રેટર્જી સંપૂર્ણપણે ડિજિટલ કોન્ટેન્ટ પર કેન્દ્રિત હતી.
  • સફળતા
    માત્ર ચાર વર્ષમાં, મામાઅર્થ એશિયાની પ્રથમ બ્રાન્ડ બની જેણે તેના કેમિકલ-ફ્રિ પ્રોડક્ટ માટે અમેરિકાનું પ્રખ્યાત ‘મેઇડ સેફ’ પ્રમાણપત્ર મેળવ્યું. કંપની માતા-પિતાની ચિંતને ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે અને વિશ્વને બાળકો અને તેમના માતાપિતા બંને માટે સુરક્ષિત સ્થાન બનાવવા માટે સતત સુધારી રહી છે અને નવીનતા લાવી રહી છે. બેબી કેર રેન્જમાં છ ઉત્પાદનો સાથે શરૂ કરાયેલ, મામાઅર્થે હવે ઉત્પાદનોમાં પુરૂષો અને સ્ત્રીઓ માટે ત્વચા અને વાળની સંભાળના ઉત્પાદનો તેમજ સગર્ભા સ્ત્રીઓ માટે ખાસ ડિઝાઇન કરાયેલ ઉત્પાદનોમાં વૈવિધ્યીકરણ કર્યું છે. કંપનીએ સમગ્ર ભારતમાં 500 થી વધુ શહેરોમાં 1.5 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપી રહી છે. મામાઅર્થ ભારતની કેટલીક પ્લાસ્ટિક પોઝિટિવ બ્રાન્ડ્સમાંની એક છે. કંપની ભાવિ પેઢીના બાળકો માટે મધર અર્થનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે. ‘લેટ્સ રિસાયકલ’ નામની પહેલ સાથે, કંપની તેના ઉપયોગ કરતા વધુ પ્લાસ્ટિકને રિસાયકલ કરે છે અને ગ્રાહકોને પ્રોગ્રામનો એક ભાગ બનાવીને જાગૃતિ ફેલાવે છે.

Most Popular

To Top