Charchapatra

હની ટ્રેપની ઘટના માટે બેઉ પક્ષ દોષિત

28 સપ્ટે.ના ‘ગુજરાતમિત્ર’ અખબારના અહેવાલ મુજબ શહેરમાં 30 કરતાં વધુ હની ટ્રેપ ગેંગ ‘કાર્યરત’ છે અને આશ્ચર્યની વાત એ છે કે શિક્ષિત વ્યક્તિ એનો ભોગ બનેલ છે. તબીબો, હીરાના વેપારી, કરિયાણાના વ્યક્તિ એનો ભોગ બનેલ છે. તબીબો, હીરાના વેપારી, કરિયાણાના વેપાર વિ. એ લોકોની રકમ ચૂકવી પણ છે. અખબારી આલમ દ્વારા વારંવાર લાલબત્તી ધરવામાં પણ આવે જ છે. તો આ શિક્ષિત વ્યક્તિઓ અજાણ હશે? અને બહેનો સ્વયંનું ચારિત્રહનન થવા દઇ આવી ઘટનામાં સાથ આપે! ફકત ટૂંકા માર્ગે નાણાંપ્રાપ્તિ માટે હદ થઇ ગઇ!

ભોગ બનનાર વ્યક્તિ પોલીસને ફરિયાદ દાખલ નહીં કરવા આજીજી પણ કરે! બદનામી ન થાય એટલા માટે હશે ને? પણ આવા ષડયંત્રમાં ફસાઈએ જ શું કામ, કે લાખો રૂપિયા સ્વયંની આબરૂ બચાવવા વેડફવા પડે! ગેંગની ‘મોડસ ઓપરેન્ડી’ વાંચીને બંને પક્ષો આ કૃત્ય માટે જવાબદાર લેખાય. ગેંગ તો સંપૂર્ણપણે ગુનેગાર, પણ ભોગ બનનાર પણ નિર્દોષ ન જ ગણાય. સ્વયંની વિચારશક્તિ તો હોવી જ જોઈને.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નામનો પ્રભાવ
કોઇ મહાનુભાવ કે સેલીબ્રીટીના નામનો પ્રભાવ પણ એટલો જ પ્રબળ હોય છે, પોતાની પ્રિય વ્યક્તિ દિલોદિમાગ પર છવાઈ જાય છે ત્યારે તેના નામને પોતીકું બનાવી દેનાર પણ ઘણાં લોકો હોય છે. ફિલ્મ અદાકારોની લોકપ્રિયતા પ્રેક્ષકોનાં મન પર જામી જાય છે. ફિલ્મના અભિનેતાએ ફિલ્મમાં ભજવેલા પાત્રનું નામ કેટલાકને અપનાવી લેવા પ્રેરે છે. ફિલ્મીસ્તાનની ફિલ્મ ‘શબનમ’માં દિલીપકુમારે ભજવેલા પાત્રનું નામ ‘મનોજ’ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મ તે પછીના નવોદિત અભિનેતાએ અપનાવી લઇ પોતાની ઓળખ ‘મનોજકુમાર’રૂપે વ્યક્ત કરી ‘શબનમ’ ફિલ્મ ચૌદ ચૌદ વાર જોયાનું તેમણે જણાવ્યું હતું. આવી જ માનસિક અસર એક અન્ય અભિનેતાના પિતાએ પુત્રના જન્મ સમયે નામના પ્રભાવ હેઠળ પુત્રનું નામ મનોજ રાખ્યું. જે એકટર ‘મનોજ બાજપાઈ’ તરીકે સુવિખ્યાત છે. આમ ‘શબનમ’ના મનોજને દેશપ્રેમી કલાકાર ‘મનોજકુમાર’ સાથે જોડાવા બાદ ‘મનોજ બાજપાઈ’ સુધી પ્રભાવ વરતાયો.
સુરત     – યુસુફ એમ ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top