આણંદ : બોરસદ શહેરના હનુમાનજી મંદિર નજીક વાવડી મહોલ્લામાં શનિવાર રાત્રે મુસ્લીમોના ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા, ચપ્પાબાજી અને આગચંપીની ઘટના સંદર્ભે પોલીસે બે હજાર મુસ્લીમના ટોળા સામે ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો છે. આ ધમાલમાં એક પોલીસ કર્મચારીને પણ ગંભીર ઇજા પહોંચી હતી. બોરસદ શહેરના હનુમાનજી મંદિર નજીક વાવડી મહોલ્લામાં શનિવારની મોડી રાત્રે આરસીસી રોડ બનાવવા બાબતે ધમાલ થઇ હતી. જેમાં બે હજાર જેટલા મુસ્લીમોના ટોળાના માણસોએ પોલીસને નિશાન બનાવ્યાં હતાં.
પોલીસ જવાનોને મારી નાંખવાના ઇરાદે છરી, ચાકુ, લોખંડની પાઇપ, લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે બોરસદ, બ્રાહ્મણવાડા, ડો. ઠક્કરના દવાખાના પાસે પથ્થરમારો કરી તેમજ પોલીસ સ્ટાફે તેઓને પથ્થરમારો નહીં કરવા જણાવવા છતાં વધુ ઉગ્ર બની હિંસક સ્વરૂપ ધારણ કરી પથ્થરમારો કરી પોલીસને જાનથી મારી નાંખવાની બુમો પાડી તેમજ પોલીસ ટોળાને વિખેરી પકડવા જતાં અફઝલ અમાનઉલ્લા પઠાણે તેના હાથમાં રહેલો છરો કોન્સ્ટેબલ વિજયસિંહ કાંતિલાલને પેટમાં, છાતીમાં મારી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત ડો. ઠક્કરના દવાખાના પાસે આવેલા ગાયત્રી ક્લીનીક તેમજ શ્રીજી ક્લીનીક તથા તેની બાજુમાં આવેલી કરિયાણાની દુકાનમાં તોડફોડ કરી તથા જ્વનશીલ પ્રવાહીથી આગ લગાડી લાખો રૂપિયાનું નુકશાન કર્યો હતો. આ અંગે પોલીસે બે હજાર મુસ્લીમના ટોળા સામે ગુનો નોંધ્યો હતો.
20થી 25 શખ્સ સામે વળતી ફરિયાદ આપી
બોરસદના ફતેપુરમાં રહેતા અરબાઝઅહેમદ અબરારઅહેમદ શેખે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વાસદ ચોકડી પર 11મીની રાત્રે અજાણ્યા બાઇક ઉપર આવેલા 20થી 25 જેટલા શખસે જીવલેણ હથિયારો સાથે સજજ થઇ ગેરકાયદેસર મંડળી બનાવી હનુમાનજી મંદિર પાછળ આવેલી ખાલી જગ્યામાં મુસ્લીમોએ ઇંટોના ટુકડા પાથરેલા હોય જે હટાવવાની અદાવત રાખી તેઓએ ફરિયાદીને રોકી માથાનામાં મારક હથિયારથી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે પોલીસે અજાણ્યા બાઇક સવારો સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ. ચૌધરીએ સંભાળી છે.
શકમંદોને પકડવા વાહનો ડિટેઇન કરાયાં
બોરસદ શહેર પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, બોરસદમાં થયેલી ધમાલ સંદર્ભે શકમંદોની ધરપકડ માટે વાહન ચેકીંગની કામગીરી ચાલી રહી છે. આ ચેકીંગ દરમિયાન આરટીઓના નિયમ ભંગ બદલ વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યાં છે.
ધમાલમાં સંડોવાયેલા 44ની ઓળખ થઇ
પઠાણ અફઝલ અમાનઉલ્લા, પઠાણ નીયાઝ હબીબ, પઠાણ મહેંદી હમજેખાન, પઠાણ અહેશાન રહેમત, પઠાણ મુદ્દસિર ઇરફાનઉલ્લા, પઠાણ ઝાકીર દસ્તગીર, પઠાણ માજીદ સિકંદર, મલેક સલીમોદ્દીન ઉર્ફે સલીમ બોબો રફીયોદ્દીન, કુરેશી ઇકબાલ સિકંદર, કુરેશી અબ્દુલકાદીર ફકીરમોહંમદ, મિરઝા વલીદ ઇલ્યાસ, મિરઝા હારૂન ઐયુબ, ફિરોજ અબ્દુલ ખલીફા, સિકંદર માલક, મોહસીન કટોરો, સલમાન ઉર્ફે જમાદાર, મુદસ્સર પોચો, મોઇન ઇદરીશ સૈયદ, સલીમ ઇદરીશ સૈયદ, સલીમ અલીહુસેન સૈયદ, બરકત આબેદ સૈયદ, માજીદ અનવર મીરઝા, ઝુબેર બાબેસા પઠાણ, જુનેદ નવાપરાવાળો, દિલદાર પાનવાળો મલેક રીયાજુદ્દીન ઉર્ફે ઠુઠીયો કમરૂદીન મલેક, દિલવાર પાનવાળાનો ભાઇ સોયેબ સલીમોદીન મલેક, સમીર સલીમ મલેક, લાલો હોટલવાળો, અશરફ આર.કે. ઝેરોક્ષવાલો, તૌસીફ કાંજરો, જહાંગીર ઇલ્યાસ પઠાણ, મામદ લશ્કરી, ઐયુબ તીખી પઠાણનો છોકરો, ધનરાજનો ચોકરો પંગો, ઇન્ટુ મલેકનો છોકરો, મહંમદઅસલમ ઉર્ફે એટેમ મુખત્યોરોદીન, સાઇનશા દિવાન મેમ્બર, સલીમ પટપટ, મહીનુદ્દીન નજીરૂદ્દીન મલેક, મહંમદ હનીફ ઉર્ફે મુન્નો રીક્ષાવાળો, મુન્નો રીક્ષાવાળાનો ભાઇ ચિતરો, નાસીર મીંડી, મંજુરઅલી ઉર્ફે ગનગન સોકત સૈયદ, સન્ની પઠાણ, વસીમ ઉર્ફે હપ્પીનો સમાવેશ થાય છે.