નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરિયાચ ટોલનાકા (Boriach Tolanaka) પાસેથી નવસારી (Navsari) ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે 25 હજારના વિદેશી દારૂ સાથે 2 મહિલાને ઝડપી પાડી હતી. નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરિયાચ ટોલનાકા પાસેથી સુરત પાલનપુર પાટિયા સાઈકૃપા સોસાયટીમાં રહેતી હંસાબેન અશોકભાઈ ચૌધરી તેમજ યુ.પી.ના જોનપુર જિલ્લાના મછલીશહર તાલુકાના મુગરાવાસ અને હાલ સુરત પાંડેસરા હાઉસિંગ સંતોષનગરમાં રહેતા ખુશ્બુબેન પરમોરસિંગ ચૌહાણ પાસેથી 25,260 રૂપિયાની વિદેશી દારૂની 389 નંગ બાટલી સાથે ઝડપી લીધી હતી. દમણ રહેતા કાલુ લંગડાએ દારૂ ભરાવી આપ્યો હોવાનું કબુલતા પોલીસે કાલુ લંગડાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ બાબતે આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.
ઘેલખડીમાંથી ગેરકાયદેસર રાંધણ ગેસ રીફીલિંગ કરતા એક ઝડપાયો
નવસારી : ઘેલખડીમાંથી ગેરકાયદે રાંધણ ગેસ રીફીલિંગ કરતા નવસારી એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે એકને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નવસારી સ્પેશિયલ ઓપરેશન ગૃપ પોલીસે બાતમીના આધારે નવસારી ઘેલખડી દરજી ચોકમાં આવેલી દુકાનમાં છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસને મોટા ગેસ સિલિન્ડરનો સંગ્રહ મળી આવ્યો હતો. મોટા ગેસ સિલિન્ડરોમાંથી નાના-મોટા ગેસ સિલીન્ડરમાં રીફીલિંગ કરી ઊંચા ભાવે ગ્રાહકોને વેચાણ કરી પોતાના આર્થિક ફાયદા સારું અનઅધિકૃત રીતે ગેસ રીફીલિંગ કરતા મૂળ બિહાર નાલંદા જીલ્લાના એકસારા બીગહા ગામે અને હાલ સુરતના ચોર્યાસી તાલુકાના સચિનના પાલી ગામે નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા ગુડ્ડુકુમાર શિવશંકર કેવટને ઝડપી પાડ્યો હતો.
દમણથી દારૂ નહીં ઘૂસે તે માટે વલસાડ પોલીસનું ઠેર ઠેર ચેકિંગ
વલસાડ : દમણથી જો તમે દારૂની એકલ દોકલ બોટલ લઇ વલસાડ જિલ્લામાં પ્રવેશતા હોવ તો ચેતી જજો. ભલે તમે પાતલિયા ચેક પોસ્ટ કોઇ પણ રીતે પાર કરી લીધી હોય, પરંતુ જિલ્લામાં હાઇવે પર કે અન્ય સ્થળ પર ગમે ત્યાં પોલીસ તમારા વાહનને ચેક કરી શકે છે. વલસાડ પોલીસે ચૂંટણીને લઇ એક સપ્તાહથી વાહન ચેકિંગ સઘન બનાવ્યું હોવાનું જોવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી જાહેર થતાંની સાથે જ હવે પોલીસ વધુ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. પારદર્શી ચૂટંણી માટે કલેક્ટર સાથે સાથે પોલીસની પણ એટલી જ જવાબદારી હોય છે.
હાઇવે પર તેમજ બોર્ડર વિસ્તારમાં વાહનોની ચેકિંગ થઇ રહ્યું છે
દિવાળી સમયથી જ ગુનાખોરી ડામવા અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે એ માટે વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથક દ્વારા વાહન ચેકિંગ શરૂ કરાયું છે. જેમાં તેમના દ્વારા હાઇવે પર તેમજ બોર્ડર વિસ્તારમાં વાહનોની ચેકિંગ થઇ રહ્યું છે. આવા સમયે જો કારમાં દારૂ જેવી કોઇ પણ પ્રકારની ગેરકાનુની વસ્તુ હોય તો જેલની હવા ખાવી પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે