Sports

અંતિમ ટેસ્ટ-વનડે સિરીઝ માટે ટીમ ઈંડિયાની જાહેરાત, આ ખેલાડી બનશે કપ્તાન !

નવી દિલ્હી : બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) માટે હવે બાકીની ટેસ્ટ મેચો ઉપરાંત વન ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની (Team India) જાહેરાત થઇ ચુકી છે. ટ્રોફીની છેલ્લી બે ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા (Australia) સામે ઈન્દોર અને અમદાવાદમાં રમવાની છે. અને ત્યારપછી અંતિમ અને ત્રીજી ટેસ્ટ મેચ પહેલી માર્ચના રોજ શરૂ થશે અને ચોથી ટેસ્ટ 9 માર્ચથી રમાશે. ત્યારબાદ 17મી માર્ચથી 22 માર્ચ સુંધી ત્રણ મેચની વન ડે સિરીઝ શરુ થશે. બધી મેચો માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વન ડે માટે રમાનારી ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટ મેચો એ જ ટીમ સાથે રમશે ટીમમાં એકમાત્ર જયદેવ ઉનડકટનો ઉમેરો થયો છે જેને રણજી ફાઈનલ માટે બીજી ટેસ્ટ પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો.

આ કારણોથી હાર્દિક પંડ્યા કપ્તાની કરશે ટીમ ઇન્ડિયા માટે
આ તરફ વન ડે સિરીઝની મેચોમાં પણ ટીમમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. રવિન્દ્ર જાડેજા આ ટીમમાં પાછો ફર્યો છે. આ સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે જયદેવ ઉનડકટને પણ લાંબા સમય બાદ ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય સંજુ સેમસનને ફિટ હોવા છતાં પણ આ ટીમમાં જગ્યા મળી નથી. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય પ્રથમ વનડેમાં રોહિત શર્માની ગેરહાજરી રહેશે જેના કારણે હાર્દિક કેપ્ટનશિપ કરતો જોવા મળશે. એટલે કે, તે પ્રથમ વખત હશે જ્યારે વિરાટ કોહલી જેવો અનુભવી ખેલાડી હાર્દિકની કેપ્ટન્સીમાં વનડે રમશે.

ટીમમાં પાછા ફર્યા જયદેવ ઉનડકટ
જયદેવ ઉનડકટને પહેલા જ ટેસ્ટ ટીમમાં સ્થાન મળી ગયું હતું પરંતુ હવે તેનો વનડે ટીમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેણે છેલ્લે બાંગ્લાદેશ સામે 2016માં T20 ઈન્ટરનેશનલ રમી હતી. અને 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે ODI મેચ રમી હતી. તેને ભારતના ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનનું પરિણામ એ મળ્યું કે હવે તેને લાલ બોલની સાથે સફેદ બોલની ક્રિકેટમાં ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા છે.

છેલ્લી બે ટેસ્ટ માટે ટીમની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટમેન), ઈશાન કિશન (વિકેટકીન), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ અય્યર , સૂર્યકુમાર યાદવ , ઉમેશ કુમાર , જયદેવ ઉનડકટ

ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા પારિવારિક કારણોસર પ્રથમ વનડે રમી શકશે નહીં, જેના કારણે તે મેચમાં હાર્દિક સુકાની કરશે

Most Popular

To Top