Vadodara

પોલીસના સ્વાંગમાં બુટલેગર ઝડપાયો

સાવલી: ડુપ્લીકેટ પોલીસ બનીને રેડ કરવા ગયેલ આરોપી નવઘણ ભરવાડ ડેસર પોલીસ મથકે ઝડપી લીધો હતો. ઉદલપુરમાં જુગાર ધામ ઉપર ડુપ્લીકેટ પોલીસ બની રેડ કરવા ગયેલા નવઘણ ભરવાડની પોલીસે ધરપકડ કરી હતી. જુગારીયાઓમાં પોતે પોલીસ છે તેઓ હાઉ ઉભો કરી ટોળા પાછળ મોટરસાયકલ ભગાડી તે દરમિયાન ભાગદોડમાં ત્રણ જણા કુણ નદીના ઉંડા પાણીમાં ખાબક્યા હતા બે પોતાની રીતે નીકળી ગયા, પરંતુ એકનું મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ડેસર તાલુકાના ઉદલપુર ખાતે મહાલક્ષ્મી પેટ્રોલ પંપ ની પાછળ ડામર પ્લાન્ટ નજીક ગત તા ૭  ઓગસ્ટના રોજ બપોરના સમયે ૧૫  જેટલા ઈસમો ભેગા મળી જુગાર રમતા હતા તેમાં વચ્છેસરના અયાન મોહમ્મદ ઈમ્તિયાઝ મકરાણી ઉ ૨૦ વર્ષ, ઈરફાન મકરાણી, અને નઇમ મકરાણી, પણ જુગાર રમતા હતા તે સમય દરમિયાન ડેસરના વરસડા નો પ્રખ્યાત બુટલેગર નવઘણ ભરવાડ અને તેની સાથે મૂછો વાળો એક ઇસમ બંને મોટરસાયકલ લઈ આવીને જુગારધામ તરફ ફુલ સ્પીડે બાઈક હંકારીને પોલીસ હોવાનો હાવ ઉભો કરીને અમે પોલીસ છીએ તમને પકડવાના છે જણાવતા જુગારીઓમાં રિતસરની ભાગમભાગ મચી જવા પામી હતી. પોલીસથી બચવા માટે આમતેમ ભાગતા જુગારીયાઓ પાછળ નવઘણ ભરવાડ મોત બનીને પાછળ લાગી ગયો હતો.

કવોરીની ઊંડી ખાણ નજીકમાં જ વહેતી કુણ નદીના ઉડા પાણીમાં ઉદલપુર વણઝારવાસમાં રહેતા નિતેશ રાજગોર એક દેવીપુજક અને વચ્છેસર નો આયાન મોહમ્મદ મકરાણી ખાબકયા હતા નિતેશ અને દેવીપુજક તેઓની રીતે કુણ નદીમાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ વચ્છેસરના અયાનથી પાણીમાંથી નીકળી શકાયુ નહીં. ફરિયાદી ઈરફાન મકરાણી અને નઈમ મકરાણી દ્વારા વચ્છેસર ગામે વાત પહોંચાડતા સરપંચ અને આગેવાનો ઉદલપુર દોડી આવ્યા હતા સરપંચે વડોદરા થી ફાયર ફાઈટર ની ટીમને રેસ્ક્યુ કરવા બોલાવ્યા હતા દિવસ દરમિયાન ની શોધ ખોળ બાદ અંતે તેનો મુતદ્દેહ મળ્યો ન હતો બીજા દિવસે ફરી એકવાર ફાયર ફાઈટર મંગાવીને શોધખોળ કરતા સવારે 11:00 વાગે અયાનનો મુતદ્દેહ મળ્યો હતો. તેનો મુતદ્દેહ કાઢ્યા પછી જુગાર રમતા ઈરફાને ડેસર પોલીસ મથકે આવી વિગતવાર ફરિયાદ નોંધાવી હતી ડેસર પોલીસે ગુનો નોંધી નવઘણ ભરવાડ ની અટકાયત કરી વધુ વિગતે તપાસ હાથ ધરી છે.

ડેસર તાલુકામાં નવઘણ ભરવાડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
અગાઉ તે એસ.ઓ.જી એલસીબી અને સ્થાનિક પોલીસને નાની-મોટી બાતમીઓ આપતો હોવાથી વિજીલન્સ નો બાતમીદાર બન્યો અને પોતે પોલીસ હોવાનો રૂઆબ છાંટી વાહનો ચેકિંગ કરી તોડબાજી કરતો હતો સ્થાનિક પોલીસ પણ ઉકત હકીકત થી વાકેફ છે પોલીસ ની સામે પણ જમાદારને વર્દી ઉતારી દઈશ તેવી ધમકી પણ આપી ચૂક્યો છે છતાં પણ કોઈ નકકર પગલા આજ દિન સુધી ન લેવાતા દિન પ્રતિદિન ઉગ્ર બન્યો હતો. પોલીસના હાથે ધણી વખત દારૂ સાથે ઝડપાઈ ચુક્યો છે પોલીસ ચેકિંગ દરમિયાન પાસે ઊભો રહેતો એટલે લોકો તેને પોલીસ સમજતા હતા એલસીબી અને વિજિલન્સ નો માણસ છું તેમ કહી તોડ કર્યા કરતો હતો આવા ઈસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી તાલુકાની જાગૃત પ્રજાની માંગ છે.

Most Popular

To Top