મુંબઇ: બોલિવૂડના (Bollywood) બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan) માટે વર્ષ 2023 ખૂબ જ લકી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં અભિનેતાની ફિલ્મ ‘પઠાણ’ (Pathan) બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. શાહરૂખ ખાનની જવાન (Jawan) પણ વર્ષના મધ્યમાં મેગા બ્લોકબસ્ટર હતી અને હવે કિંગ ખાનની ફિલ્મ ‘ડંકી’ (Dunki) વર્ષના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મ રીલિઝના થોડા દિવસો પહેલા, શાહરૂખ ખાન ફરી એક વખત માતા વૈષ્ણો દેવીના (Vaishno Devi) મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.
શાહરૂખ ખાનની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ આ વર્ષે રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા કિંગ ખાન મા વૈષ્ણો દેવીના મંદિરે દર્શન કરવા પહોંચી ગયો છે. તે મંગળવારે એટલે કે આજે સવારે માતાના દરબારમાં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં શાહરૂખ ખાન બ્લેક ચશ્મા અને તે જ રંગના હૂડી જેકેટથી પોતાની ઓળખ છુપાવતો જોવા મળ્યો હતો.આ દરમિયાન અભિનેતા તેના સુરક્ષા ગાર્ડ દ્વારા ઘેરાયેલો હતો અને તેની સાથે તેના મેનેજર પણ હતા.
#WATCH | J&K: Actor Shah Rukh Khan visited Mata Vaishno Devi shrine, earlier today.
— ANI (@ANI) December 12, 2023
(Source: J&K Police) pic.twitter.com/hK3JHvaCG2
તે પોતાની ફિલ્મ ડંકીને લઈને ઘણી ચર્ચામાં છે. શાહરૂખ ખાનનો વિશ્વાસ દરેક ફિલ્મની રિલીઝ પહેલા દર્શકોને દેખાઈ આવે છે. અભિનેતા તેની ફિલ્મની રિલીઝ પહેલા ઘણીવાર ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વના સ્થળોની મુલાકાત લેતા જોવા મળે છે. હવે ફરી એકવાર શાહરૂખ માતા વૈષ્ણો દેવીના દરબારમાં જોવા મળ્યો છે. ચાહકો તેને ફિલ્મ ‘ડંકી’ સાથે જોડી રહ્યા છે.
‘ડંકી’ 21મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરી છે. તાજેતરમાં નિર્માતાઓએ ફિલ્મના પોસ્ટર અને ટીઝર રિલીઝ કરીને ચાહકોની ઉત્તેજના વધારી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન સિવાય તાપસી પન્નુ, વિકી કૌશલ સહિત ઘણા કલાકારોએ ‘ડંકી’માં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રભાસની ‘સલાર’ સાથે ટક્કર કરશે. હાલમાં કિંગ ખાનના ચાહકોને આશા છે કે ‘ડંકી’ થિયેટરમાં કમાણીનો રેકોર્ડ પણ તોડી નાખશે.