Entertainment

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ “જવાન”ની ક્લિપ્સ ચોરાઈ અને ઓનલાઈન લીક થઈ, FIR નોંધાઈ

મુંબઇ: શાહરૂખ ખાનની (Shah rukh khan) ફિલ્મ ‘જવાન’ની (Jawan) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના ઘણા પોસ્ટર અને ગીતો પણ રિલીઝ (Release) કરવામાં આવ્યા હતા. જે બાદ આ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. આ બધાની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે (Red chillies entertainment) કિંગ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ની કેટલીક ક્લિપ્સ ‘ચોરી’ અને ઓનલાઈન લીક (Leaked) થઈ હોવાનો આરોપ લગાવતા FIR દાખલ કરી છે.

માહિતી પ્રસારણ ટેકનોલોજી હેઠળ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં 10 ઓગસ્ટના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી. FIRમાં રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે આરોપ લગાવ્યો છે કે ‘જવાન’ ક્લિપ્સ કોપીરાઈટનું ઉલ્લંઘન કરીને ઓનલાઈન શેર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વિડિયો લીક કરનારા પાંચ ટ્વિટર હેન્ડલ્સની ઓળખ કરવામાં આવી છે અને તેમને કાનૂની નોટિસ પણ મોકલવામાં આવી છે. જો કે માત્ર એક ટ્વિટર એકાઉન્ટે નોટિસનો સ્વીકાર કર્યો છે.

જો કે આ પહેલીવાર નથી કે જ્યારે ‘જવાન’ની ક્લિપ્સ ઓનલાઈન લીક થઈ હોય. આ વર્ષે એપ્રિલમાં પણ દિલ્હી હાઈકોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ‘શંકાસ્પદ’ વેબસાઈટ, કેબલ ટીવી આઉટલેટ્સ, ડાયરેક્ટ-ટુ-હોમ સેવાઓ અને અન્ય પ્લેટફોર્મને ‘જવાન’ના લીક થયેલા વીડિયોને ઉતારી લેવા અને તેમને તેમના વિડિયોને રોકવા માટે કહ્યું હતું. આ ત્યારે થયું જ્યારે શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે કોર્ટમાં કેસ દાખલ કર્યો.

‘જવાન’ના શૂટિંગ દરમિયાન પણ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે સેટ પર મોબાઈલ ફોન અને રેકોર્ડિંગ ડિવાઈસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કોઈપણ લીકને ટાળવા માટે કરવામાં આવ્યું હતું. એટલીએ શાહરૂખ ખાનની ‘જવાન’ લખી અને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં નયનથારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને રિદ્ધિ ડોગરા પણ મુખ્ય ભૂમિકામાં છે. દીપિકા પાદુકોણે પણ ‘જવાન’માં ખાસ કેમિયો કર્યો છે. ‘જવાન’ આ વર્ષે 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Most Popular

To Top