Entertainment

પ્રેગ્નન્સીના 5માં મહિનામાં રાની મુખર્જીએ ગુમાવ્યું બીજું બાળક, મિસકેરેજ પર છલકાયું અભિનેત્રીનું દર્દ

મુંબઇ: રાની મુખર્જીએ (Rani mukharjee) એક ઇન્ટરવ્યૂમાં તેમની પર્સનલ લાઇફ વિશે એક ખુલાસો કર્યો છે. તણી છેલ્લે માર્ચ 2023માં રિલીઝ (Release) થયેલી ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’માં (Mrs Chatterjee vs Norway) જોવા મળી હતી. આ ફિલ્મ કંઈ ખાસ હિટ થઇ શકી નથી, પરંતુ ફિલ્મમાં રાની મુખર્જીની જોરદાર એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. જો કે આ એ જ ફિલ્મ છે જેના પહેલા રાની મુખર્જી ભયંકર પીડામાંથી પસાર થઈ હતી. ફિલ્મના પ્રમોશન (Promotion) દરમિયાન અભિનેત્રીએ બીજી વખત પોતાની પ્રેગ્નન્સી અને મિસકેરેજની (Miscarriage) પીડાનો ખુલાસો કર્યો હતો.

રાની મુખર્જીએ તાજેતરમાં મેલબોર્નના ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં કહ્યું કે કદાચ પહેલીવાર જ્યારે હું આ વાત જાહેર કરી રહી છું, કારણ કે હવે મારા જીવન સાથે જોડાયેલી દરેક વાર્તાની દુનિયામાં ચર્ચા થાય છે. ફિલ્મ મિસિસ ચેટર્જી વિરુદ્ધ નોર્વેમાં મારો રિયલ દર્દ છલકાયો છે. મેં રીલીઝ પહેલા નથી જણાવ્યું કે જેથી લોકોને એમ ન લાગે કે હું ફિલ્મના પ્રમોશન માટે લોકો સમક્ષ મારા જીવનનું આ રહસ્ય કહી રહી છું. આ વાત લગભગ એ જ વર્ષની છે. વર્ષ હતું 2020. હું 2020 ના અંતમાં બીજી વખત ગર્ભવતી હતી અને કમનસીબે મેં ગર્ભાવસ્થાના પાંચમા મહિનામાં મારું બાળક ગુમાવ્યું હતું.

રાની મુખર્જીએ વધુમાં કહ્યું કે, ‘મિસિસ ચેટર્જી વિરુદ્ધ નોર્વેના નિર્માતાઓમાંના એક નિખિલ અડવાણીએ 2020માં મારા મિસકેરેજના 10 દિવસની અંદર મને ફોન કર્યો હતો. મારું બાળક ગુમાવ્યાના લગભગ 10 દિવસ પછી મને નીતિનનો ફોન આવ્યો. તેણે મને વાર્તા વિશે કહ્યું, પરંતુ ક્યારેક એવું થાય કે તમને લાગણી અનુભવવા માટે સમયસર ફિલ્મ મળે છે. જ્યારે મેં આ ફિલ્મની વાર્તા સાંભળી તો મને વિશ્વાસ જ ન થયો.

રાનીએ વર્ષ 2014માં આદિત્ય ચોપરા સાથે ઈટલીમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તે જ સમયે લગ્નના એક વર્ષ પછી, આદિત્ય ચોપરા અને રાની મુખર્જી પુત્રી આદિરાના માતાપિતા બન્યા. આદિરાનો જન્મ 9 ડિસેમ્બર 2015ના રોજ થયો હતો. દીકરી આદિરાનું નામ આદિત્ય અને રાનીના નામનું મિશ્રણ છે. આદિરાના જન્મ પછી ઘણા દિવસો સુધી રાનીએ પોતાની દીકરીનો ચહેરો મીડિયાથી છુપાવીને રાખ્યો હતો. જોકે ઘણા પ્રસંગોએ આદિરા મીડિયાના કેમેરામાં કેદ થઈ છે. જેમાં તેનો ક્યૂટ લુક જોવા મળી રહ્યો છે. આદિરાને જોઈને એવું કહેવું ખોટું નહીં હોય કે તે તેની માતા રાની કરતાં ઓછી સુંદર નથી.

Most Popular

To Top