Entertainment

બોલિવુડના આ અભિનેતાને ત્યાં મુસીબતનો પહાડ તૂટયો, બહેને રડી રડીને પોતાનો હાલ બેહાલ કર્યો

નવી દિલ્હી: બોલિવૂડનાં (Bollywood) ફેમસ એકટરના (Actor) પરિવાર પર મુસીબતનો પહાડ ટૂટી પડયો છે. જાણકારી મુજબ આ એકટરની બહેનનો પતી છેલ્લાં 22 દિવસથી ગુમ થઈ ગયો છે. જેના કાણે એકટરની બહેને રડી રડીને પોતાની ખરાબ હાલત કરી લીધી છે.

ફેમસ એકટર શેખર સુમનની બહેનનો પતી છેલ્લાં 22 દિવસથી પટનાથી ગુમ થઈ ગયો છે જેના કારણે તેણે પોતાનો રડી રડીને ખરાબ હાલ બનાવી લીધો છે. શેખર સુમને કહ્યું છે કે તેના જીજા ડોકટર સંજય કુમાર છેલ્લાં 22 દિવસથી ગુમ થઈ ગયા છે. તેઓ કયાં ગયા છે, કયા હાલમાં છે તે અંગે એક પણ માહિતી અત્યાર સુધી સામે આવી નથી. સંજય કુમાર નાલંદા મેડિટલ કોલેજમાં કામ કરતા હતા. પોલીસે તેઓની ગુમ હોવાની ફરિયાદ નોંધી છે તેમજ તેઓની તપાસ પણ કરી રહ્યાં છે. 22 દિવસની શોધ પછી પણ તેઓ અંગે એક પણ જાણકારી મળી આવી નથી. તેથી હવે શેખર સુમન આ કેસને CBIને સોંપવાની માગ કરી રહ્યાં છે.

શેખરે જણાવ્યું કે એક માણસ બ્રિજ પરથી એકાએક ગુમ થઈ જાય છે. 22 દિવસ સુધી તેની કોઈ જાણ થતી નથી. આ ઉપરાંત શોધખોળ પછી તે માણસ કયાં છે?, શું કરી રહ્યો છે?, કયાં હાલમાં છે તેનો એક પણ સુરાગ મળ્યો નથી. જેથી બીજા અનેકો સવાલ ઉભા થાય છે. તેણે કહ્યું કે આ પાછળની બેદરકારી પણ એ છે કે એક પણ સીસીટીવી બ્રિજ પર લગાવવામાં આવ્યા નથી. જો સીસીટીવી હોતે તો સમગ્ર ધટના હાલ સામે આવી જતે કે સંજય સાથે બ્રિજ પર શું થયું હતું.

તેણે વધારામાં કહ્યું કે સંજય કુમારની કોઈની સાથે દુશ્મનાવટ પણ ન હતી. તેઓ સામાન્ય ડોકટરનું જીવન જ વ્યતિત કરતા હતા. આ ઉપરાંત તેઓને એવું કશું ટેન્શન પણ ન હતું જેના કારણે એવું પણ અનુમાન કરવું અધરું છે કે તેઓએ આત્મહત્યા કરી લીધી હોય. શેખરે વધારામાં કહ્યું કે હું મામલે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને પણ મળીશ. જો પોલીસ આ મામલે તપાસ કરી ન શકતી હોય તો હું સીબીઆઈને આ તપાસ સોંપવામાં આવે તેવી હું વિનંતી કરીશ.

પતિના અચાનક ગુમ થવાને કારણે તેની બહેનની હાલત ખૂબ જ ખરાબ
શેખર સુમને જણાવ્યું કે પતિના અચાનક ગુમ થવાને કારણે તેની બહેનની હાલત ખૂબ જ ખરાબ છે. અભિનેતાએ કહ્યું કે ગઈકાલે રાત્રે જ્યારે હું મારી બહેનને મળ્યો ત્યારે તે મને ગળે વળગીને રડવા લાગી હતી. રડતા રડતા બહેન કહેવા લાગી કે મારા પતિને લઈ આવ.આટલું કહેતા શેખર સુમન પણ ભાવુક થઈ ગયા હતા. પોતાના સાળા સંજય કુમારને યાદ કરીને તે બિહાર સરકાર અને પોલીસને હાથ જોડીને વિનંતી કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે આજે બિહાર દિવસ છે, બિહાર પહેલા કરતા ઘણું બદલાઈ ગયું છે. પરંતુ હજુ પણ સિસ્ટમમાં કેટલીક નબળાઈઓ છે, તેને સુધારવાની જરૂર છે.

Most Popular

To Top