નવી દિલ્હી: લગ્ન સિઝન ચાલી રહી છે. એક પછી એક બોલિવૂડ (Bollywood) તેમજ ક્રિકેટ (Cricket) ઈન્ડસ્ટ્રીમાં સાથે તમામ ફિલ્ડમાં લગ્નનો (Marriage) માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં જ કિયારા તેમજ સિદ્ધાર્થ લગ્નગ્રંથિથી જોડાયા છે. ત્યારે આજે બોલિવૂડ ફેમ એકટ્રેસ સ્વરા ભાસ્કરે તેના પ્રેમી સાથે લગ્નગ્રંથિથી જોડાઈ છે. એકટ્રેસે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે 6 જાન્યુઆરી 2023નાં રોજ કોર્ટ મેરેજ કરી લીધા છે. આ અંગે સ્વરાએ એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. જે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં સ્વરાએ તમામ નાની મૂવમેન્ટને કેપ્ચર કરી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વરા અને ફહાદની લવ સ્ટોરી પ્રોટેસ્ટથી થાય છે. આ ઉપરાંત એક ચેટ પણ છે જેમાં ફહાદ સ્વરાને પોતાની બહેનના લગ્ન માટે આમંત્રણ આપે છે જેના ઉત્તરમાં સ્વરા લખે છે કે મજબૂર છું, શૂટિંગમાંથી નહિં નીકળી શકીશ, આ વખતે માફ કરી દે દોસ્ત, કસમ છે મને તારા લગ્નમાં હું જરૂર આવીશ. કોને ખબર હતી કે સ્વરા સાથે જ ફહાદના લગ્ન થશે. આ ઉપરાંત વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓની મુલાકાત વર્ષ 2019માં ડિસેમ્બરમાં એક પ્રોટેસ્ટ દરમ્યાન થઈ હતી. આ પછી તેઓ મિત્ર બન્યા જે સંબંઘમાં પરિણમી. તેઓની મુલાકાતો વધવા લાગી અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ.
આ વીડિયોના કેપ્શનમાં સ્વરાએ ફહાદને પોતાની દિલની વાત પણ કહી છે તેણે લખ્યું છે કે ધણીવાર તમે દૂર જોવો છો અને મોટી વસ્તુઓ ઉપર ફોકલ કરો છો. જો કે ધણીવાર જોઈતી વસ્તુ આપણી નજીક જ હોય છે. તેમજ આપણી પાસે જ હોય છેય પણ તમને આ વાતનો અંદાજો નથી હોતો. અમે પ્રેમ શોધી રહ્યાં હતા અને અમને પ્રથમ દોસ્તી મળી અને પછી અમે બંને એકબીજાને મળ્યા. તેણે પોતાના પ્રેમને વ્યકત કર્યા લખ્યું કે ફહાદ જિરાર અહમદ તમે મારા દિલમાં છો, દિલમાં ઉથ્થલ પાથ્થલ છે પણ આ માત્ર તમારું છે. ફહાદે આ વીડિયો પણ પોતાની પ્રતિક્રિયા આપી છે તેણે વીડિયો શેર કરતા લખ્યું છે કે મને ખ્યાલ ન હતો કે તારા દિલમાં થઈ રહેલી ઉથ્થલ પાથ્થલ આટલી સુંદર હશે. મારો હાથ પકડવા બદલ તારો ખૂબ ખૂબ આભાર.
સ્વરાના આ વીડિયો ઉપર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ધણાં લોકો સ્વરાના લગ્નને લવ જેહાદ પણ ગણાવી રહ્યાં છે. સ્વરાને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, ‘ધર્મ બદલ્યા પછી તમારું નવું નામ શું છે? અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તમારી પાસેથી વધારે કંઈ અપેક્ષા નહોતી. તે જ સમયે, એક યુઝરે લખ્યું, ‘તમારા જેવી છોકરીઓ આ દેશ માટે ખોટું ઉદાહરણ બેસાડી રહી છે. તમારું શિક્ષણ અને પારિવારિક પૃષ્ઠભૂમિ જોઈને દુઃખ થાય છે. એકે લખ્યું, ‘એ ચોક્કસ એક દિવસ સૂટકેસમાં પેક કરવામાં આવશે.’ કેટલાક યુઝર્સે સ્વરા ભાસ્કરને ધર્મ બદલીને પાકિસ્તાન જવાની સલાહ આપી હતી. આ ઉપરાંત કેટલાક યુઝર્સે તેમને હિંદુ વિરોધી પણ ગણાવ્યા હતા.