નવી દિલ્હી : બૉલીવુડમાં (Bollywood) આજકાલ પારિવારિક (Family) જીવનને લઇને ચર્ચાનો વિષય બની ગયો છે. બૉલીવુડના સુપર સ્ટાર નવાઝુદીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) તેમના અભિનયને કારણે દર્શકોની ખુબ ચાહના મેળવી છે. પણ બીજી તરફ હાલ તેઓ તેમના પારિવારિક જીવનને લઇને પણ લાઈમલાઈટમાં આવ્યા છે. તેમની પત્ની આલિયાએ નવાઝ અને તેમના પરિવારજનો તરફથી સતત આપવામાં આવી રહેલા ટોર્ચરિંગને કારણે પોલીસ (Police) મથકમાં ફરિયાદ નોંધવી દીધી છે. જે વિષયને લઇને ઘણો વિવાદ થયો છે. તો બૉલીવુડની અભિનેત્રી રાખી સાવંત (Rakhi Sawant) પણ હવે તેના પતિ આદિલ (Adil) વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે કે તેના પતિ આદિલે તેની કારકિર્દી બનવવા માટે માત્ર તેનો સીડીની જેમજ ઉપયોગ જ કર્યો છે.
આલિયાની ફરિયાદ પર કોર્ટે નવાઝુદ્દીન સિદ્દીકીને નોટિસ ફટકારી
બૉલીવુમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. તેઓ તેમના બહેતરીન અભિનય અને પોતાની ફિલ્મોને કારણે ચર્ચામાં રહે છે. જો કે આજકાલ તે પોતાના અંગત જીવનને લઈને હવે પણ ચર્ચાઓમાં છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. જેના કારણે તે હેડલાઇન્સમાં છે. ભૂતકાળમાં નવાઝુદ્દીનની પત્ની આલિયા પર અભિનેતાના પરિવારના સભ્યોને ટોર્ચર કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારે તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે બતાવ્યું છે કે કેવી રીતે ઘરના કર્મચારીઓ તેને હેરાન કરે છે. એટલું જ નહીં આલિયાની ફરિયાદ પર કોર્ટે અભિનેતાને નોટિસ પણ ફટકારી છે.
પતિ આદિલે મારો ખોટી રીતે ઉપયોગ કર્યો છે : રાખી સાવંત
તો આ તરફ રાખી સાવંત પણ હવે તેના લગ્નને લઇને ખુબ ચર્ચાઓમાં આવી ગઈ છે. બોલિવૂડની અભિનેત્રી રાખીની માતા જયા ભેદાનું હાલમાંજ નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર દરમિયાન રાખી તેના પતિ આદિલ ખાન દુર્રાની સાથે જોવા મળી હતી. પરંતુ હવે રાખી અને આદિલના સંબંધોમાં ભારે કડવાશ આવી ગઈ હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ રાખીએ આદિલ પર બેવફાઈનો આરોપ લગાવ્યો છે. હવે રાખી સાવંતે ફરી એકવાર આદિલ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. રાખી કહે છે કે આદિલે તેનો ખોટો ઉપયોગ કર્યો છે.
જોકે આ સાથે રાખી સાવંતે એક મીડિયાને આદિલ ખાનને સુપરસ્ટાર તરીકે રજૂ ન કરવાની સૂચના આપી હતી. તેણે કહ્યું કે આદિલે મારો દુરુપયોગ કર્યો છે. હું નથી ઈચ્છતો કે તમે લોકો તેનો ઈન્ટરવ્યુ લો અને તેને સુપરસ્ટાર બનાવો. જો તમે લોકો તેનો ઈન્ટરવ્યુ લેવા માંગતા હોવ તો રાખી સાવંતને બોયકોટ કરી દેજો.