National

અખિલેશ યાદવના કાફલાને નડ્યો અકસ્માત, વાહનો એકબીજા સાથે અથડાતા અનેક લોકો થયા ઘાયલ

ઉત્તર પ્રદેશ: સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવના (Akhilesh Yadav) કાફલાનો અકસ્માત (Accident) થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. યુપીના (UP) હરદોઈમાં અખિલેશ યાદવના કારના કાફલાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ચારથી વધુ વાહનોને નુકસાન થયું છે, સાથે જ અનેક લોકોને ઈજા (Injured) પહોંચી હોવાના અહેવાલ પણ સામેલ આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અખિલેશ યાદવ અહીં હરપાલપુરના બૈથાપુરમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન મલ્લાવા બિલગ્રામ રોડના ખેમીપુર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં ચારથી વધુ વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, અચાનક રસ્તાની સામે કંઈક આવી ગયું હતું. જેના કારણે એક વાહને બ્રેક લગાવી હતી અને તેના કારણે અન્ય વાહન એકબીજા સાથે અથડાયા હતા. જોકે આ અકસ્માતમાં અખિલેશની કારને કોઈ નુકસાન થયું નથી. તેમની પાછળના વાહનો એકબીજા સાથે અથડાયા હતા. અખિલેશ યાદવની હરદોઈની આ એક દિવસીય મુલાકાત પૂર્વ નિર્ધારિત હતી. તેઓ બપોરે 11 વાગ્યાની આસપાસ લખનૌથી હરદોઈ જવા નીકળ્યા હતા. તેણે સાંજે 4.30 વાગ્યા સુધીમાં લખનઉ પરત પહોંચવાનું હતું.

આ પહેલા ગુરુવારે અખિલેશ યાદવની મુરાદાબાદ મુલાકાત ચર્ચામાં રહી હતી. સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે યોગી સરકારના દબાણમાં કમિશનર અને ડીએમએ અખિલેશ યાદવના પ્લેનને મુરાદાબાદમાં ઉતરવાની મંજૂરી આપી નથી. સપાએ કહ્યું કે આ કાર્યક્રમ પહેલાથી જ નક્કી હતો. સપાએ તેને અત્યંત નિંદનીય ગણાવ્યું હતું.

અખિલેશ યાદવની પાર્ટી હાલમાં સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનને કારણે વિરોધનો સામનો કરી રહી છે. સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસની કેટલીક પંક્તિઓ સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને દૂર કરવાની માંગ કરી હતી. ઘણા વિરોધ બાદ પણ તેણે પોતાનું નિવેદન પાછું લીધું નથી. ત્યાર બાદ સપાએ સ્વામી પ્રસાદ મૌર્યને પણ મહાસચિવ બનાવ્યા હતા. ત્યાર બાદ ભાજપનો વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો. ભાજપે કહ્યું કે રામચરિતમાનસનું અપમાન કરવા બદલ મૌર્યને એવોર્ડ આપવામાં આવ્યો છે. વાસ્તવમાં, અખિલેશ યાદવે તાજેતરમાં જ પાર્ટીમાં જોડાયેલા શિવપાલ સિંહ યાદવ, આઝમ ખાન તેમજ રામચરિતમાનસ પર નિવેદન આપીને વિવાદ સર્જનારા સ્વામી પ્રસાદ મૌર્યને સમાજવાદી પાર્ટીની 42 સભ્યોની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સામેલ કર્યા હતા.

Most Popular

To Top