નવી મુંબઈ: માતા બનવું દરેક સ્ત્રીનું સપનું હોય છે. કોઈ પણ પ્રોફેશનમાં સફળ બન્યા છતાં માતા બનવાના સુખ આગળ બધું ઓછું લાગે છે. એટલે જ કહેવામાં આવે છે કે માતા બનવું દરેક સ્ત્રીને પરિપૂર્ણ કરે છે. અનેક લેખકો, કવિઓએ માતા પર લેખો, કવિતાઓ લખી છે. માતા, મમ્મી, માં, મોમ આ એવા શબ્દો છે. જે દરેકના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. 14 મેના રોજ મધર્સ ડે છે. આ અવસરે માતા પોતાના મધરહુડને એન્જોય કરે છે અને બાળકો પોતાની માતાને તે ફીલિંગ કહેવાનો પ્રયત્ન કરે છે, જેના માટે લગભગ દુનિયાના તમામ શબ્દો ઓછા પડી શકે છે. આ વર્ષે બોલિવુડ (Bollywood)નો મધર્સ ડે ખૂબ જ સ્પેશિયલ છે. કારણ કે અનેક એક્ટ્રેસ આ વર્ષે પોતાનો ફર્સ્ટ મધર્સ ડે (Mothers Day) એન્જોય કરવાની તૈયારીમાં છે.
ગૌહર ખાન
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે. હાલમાં જ માતા બનેલી ગૌહર ખાનનું. કેમ કે ગૌહર ખાને મધર્સ ડેથી બરાબર 4 દિવસ પહેલા એટલે કે 10 મેના રોજ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. ટીવીની સીરિયલ સ્ટારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ પોસ્ટ શેર કરીને ફેન્સને ખુશખબરી આપી છે.
સોનમ કપૂર
સોનમ કપૂર આ વર્ષે પોતાનો ફર્સ્ટ મધર્સ ડે સેલિબ્રેટ કરશે. તેણે 20 ઓગષ્ટ 2022 ના રોજ દીકરો વાયુને જન્મ આપ્યો હતો. ગત કેટલાક સમયથી સોનમ વાયુ અને પતિની સાથે લંડનમાં છે.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ માટે પણ આ પહેલો અવસર છે, જ્યારે તે માતા બન્યા પછી મધર્સ ડે સેલિબ્રેટ કરશે. આલિયાએ 6 નવેમ્બર 2022 એ દીકરી રાહા કપૂરને જન્મ આપ્યો હતો. હવે રાહા પૂરા 6 મહિનાની થઈ ગઈ છે.
બિપાશા બસુ
બિપાશા બસુ માટે આ દિવસ ખૂબ જ ખાસ રહેશે. કેમ કે હાલમાં તે મધરહુડને એન્જોય કરી રહી છે. બિપાશાએ 12 નવેમ્બર 2022એ પોતાની દીકરી દેવીને જન્મ આપ્યો હતો. બિપાશા બાસુ લગ્નના 6 વર્ષ બાદ માતા બની છે. તે સતત પોતાની દીકરી સાથેના ફોટો શેર કરતી રહે છે.
કૃતિકા સેંગર
એક્ટ્રેસ કૃતિકા સેંગર પણ પ્રથમવાર મધર્સ ડેને એન્જોય કરશે. એક્ટ્રેસે 12મે 2022ના રોજ એક દીકરીને જન્મ આપ્યો હતો.