Entertainment

Jigra: પ્રથમ વાર આલિયા દેખાશે એક્શન રોલમાં, કરણ જોહરે કહ્યું “મેરે જીગરા કી વાપસી”

મુંબઇ: ફેમસ બોલીવુડ (Bollywood) એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) તાજેતરમાં ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળી હતી, અને હવે તેણે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આલિયાની આ ફિલ્મનું નામ ‘જીગરા’ (Jigra) છે. નિર્માતાઓએ એક જાહેરાતનો વીડિયો પણ શેર કર્યો છે, જેણે ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. જો કે મહત્વની વાત એ છે કે ‘જીગરા’માં અભિનયની સાથે આલિયા તેને પ્રોડ્યુસ પણ કરી રહી છે.

આલિયા દ્વારા શેર કરવામાં આવેલ ફિલ્મના મોશન વીડિયોમાં તે બેકપેક લટકાવીને જમીન તરફ જોતી જોવા મળે છે. આ દરમિયાન અભિનેત્રી ઊંડા વિચારમાં જોવા મળે છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં આલિયાનો અવાજ પણ સંભળાય છે. તે કહે છે, ‘દેખ મુઝે, મેરી રાખી પહેનતા હે ના તૂ? મેરે પ્રોટેક્શન મેં હૈ તૂ. તૂઝે મેં કુછ ભી નહિ હોને દૂંગી, કભી ભી.’ આ વીડિયો સામે આવ્યા બાદ લાગે છે કે આ ફિલ્મની વાર્તા ભાઈ અને બહેન પર આધારિત હશે. એક બહેન તેના ભાઈને સુરક્ષિત રાખવા અને તેને બચાવવા માટે કેટલી હદે જઈ શકે છે તે બતાવવામાં આવશે.

આ વિડિયો શેર કરતી વખતે આલિયાએ કેપ્શનમાં લખ્યું છે – ‘જીગરા’ ફિલ્મ રજૂ કરી રહી છે. પ્રતિભાશાળી વાસન બાલા આ ફિલ્મનું નિર્દેશન કરશે. જ્યારે ધર્મા પ્રોડક્શન્સ અને એટરનલ સનશાઈન પ્રોડક્શન્સ તેને પ્રોડ્યુસ કરશે. ધર્મા પ્રોડક્શન્સ સાથે ડેબ્યૂ કરવાથી લઈને હવે તેમની સાથે ફિલ્મ બનાવવા સુધી, ઘણી રીતે એવું લાગે છે કે જ્યાંથી મેં શરૂઆત કરી હતી ત્યાં હું પાછી આવી છું. આ સાથે આલિયાએ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે, તેણે જણાવ્યું છે કે તેની ફિલ્મ ‘જીગરા’ 27 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આલિયા સિવાય કરણ જોહરે પણ આ જ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. પોસ્ટ શેર કરતા કરણ જોહરે લખ્યું- મેરે જીગરા કી વાપસી. આલિયા ભટ્ટ ફરી એકવાર વાસન વાળાના નિર્દેશનમાં બની રહેલી અસાધારણ વાર્તા લઈને આવી રહી છે. અતૂટ પ્રેમ અને અતૂટ હિંમતની વાર્તા. જીગરા 27 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આલિયા ભટ્ટ ‘જીગરા’માં માત્ર અભિનય જ નહીં પરંતુ તેને પ્રોડ્યુસ પણ કરવા જઈ રહી છે. તે તેને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન સાથે મળીને પ્રોડ્યુસ કરશે. આ પહેલા તેની ફિલ્મ ડાર્લિંગ પણ આલિયાના પ્રોડક્શન હાઉસ ઇટર્નલ સનશાઇન્સ હેઠળ બની હતી. જે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.

Most Popular

To Top