Entertainment

19 વર્ષ પછી ફરી રવિના ટંડન અને અક્ષય કુમાર આ ફિલ્મમાં એકસાથે જોવા મળશે

મુંબઇ: અક્ષય કુમાર (Akshay kumar) અને રવિના ટંડનની (Raveena tandon) જોડીની જેટલી ચર્ચા મોટા પડદા પર થતી હતી એટલી જ દાયકાઓ પહેલા તેમના રિયલ લાઈફ રિલેશનશિપની (Relationship) પણ હતી. વાસ્તવમાં બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી, પરંતુ લગ્ન પહેલા જ કોઇ કારણસર બંને અલગ થઈ ગયા હતા. જે બાદ બંને કલાકારો પોતપોતાના જીવનમાં આગળ વધ્યા અને લગ્ન પણ કર્યા હતા. જો કે આજે પણ બંને વચ્ચેના સંબંધોમાં મધુરતા છે. એકવાર રવિનાએ પણ અક્ષયના વખાણમાં કહ્યું હતું કે તે બોલિવૂડના (Bollywood) મજબૂત સ્તંભોમાંથી એક છે. જો કે 90’s બાદ બંને લાંબા સમય પછી ફરી એકવાર મોટા પડદા પર એકબીજા સાથે જોવા મળી શકે છે.

બંને સ્ટાર્સ પોતાની પર્સનલ લાઇફમાં તો આગળ વધી ગયા પરંતુ તે બાદ કોઇ પણ ફિલ્મમાં એકસાથે જોવા મળ્યા ન હતા. લગભગ બે દાયકા બાદ હવે બંને ફરી એકવાર સાથે કામ કરતા જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ બંને ‘વેલકમ 3’માં સાથે જોવા મળી શકે છે. આ ફિલ્મનું ટાઈટલ ‘વેલકમ ટુ ધ જંગલ’ રાખવામાં આવ્યું હોવાના અહેવાલ છે. તેમાં સંજય દત્ત, અરશદ વારસી, સુનીલ શેટ્ટી, દિશા પટાણી અને જેકલીન ફર્નાન્ડીઝ પણ મુખ્ય ભૂમિકામાં છે.

જો કે આ ફિલ્મના કાસ્ટિંગને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. રવિના ટંડને થોડા મહિના પહેલા ફિલ્મ ‘મોહરા’ ના ગીત ટિપટિપ બરસા પાની… વિશે જણાવ્યું હતું, જેમાં તે અક્ષયની સાથે હતી. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે નિર્માતાઓને સ્પષ્ટપણે કહ્યું હતું કે આ ગીતમાં કેટલીક બાબતો વિશે હું એકદમ સ્પષ્ટ હતી કે હું મારી સાડી નહીં ઉતારીશ અને ન તો કોઈ કિસિંગ સીન હશે. આટલું જ નહીં, રવીનાએ મેકર્સ સામે અનેક ચેક લિસ્ટ રાખી હતી અને જ્યારે તેઓ તેમની શરતો સ્વીકારવા તૈયાર થયા તો અભિનેત્રીએ ગીતનું શૂટિંગ કર્યું હતું.

ફિલ્મમાં રવીનાની સામે અક્ષય કુમારની કેમેસ્ટ્રી અદ્ભુત હતી અને ખાસ કરીને ‘ટિપ ટીપ બરસા પાની’એ સ્ક્રીન પર આગ લગાવી દીધી હતી. ફિલ્મના રાઈટર શબ્બીર બોક્સવાલાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રવીના આ ગીત કરવામાં કમ્ફર્ટેબલ ન હતી, કારણ કે તેમણે કહ્યું હતું કે તેમના પિતાને આ પસંદ નહીં આવશે, પરંતુ દિગ્દર્શક રાજીવ રાયે તેમને એમ કહીને સમજાવી હતી કે આ ફિલ્મ તેમના પિતાને નહીં બતાવવામાં આવશએ. આ પછી તે પોતાની શરતો સાથે આ ફિલ્મ કરવા માટે રાજી થઈ હતી.

Most Popular

To Top