મુંબઇ: અક્ષય કુમારની (Akshay Kumar) OMG 2 ને વિવાદોનો (Controversy) સામનો ન કરવો પડે એ માટે તેનું CBFC દ્વારા રિવ્યુ (Review) કરવામાં આવી રહ્યુ હતું. જે બાદ એવા સમાચાર આવ્યા હતા કે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ OMG 2ને CBFC (સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફરીથી સમીક્ષા માટે રિવાઇઝિંગ કમિટીને મોકલવામાં આવી છે. મેકર્સે ફિલ્મમાં કેટલાક એવા સીન બતાવ્યા છે, જેના કારણે લોકો વાંધો ઉઠાવી શકે છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને નિર્માતાઓને એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે ઓછી થતી નથી. તેને CBFC તરફથી લીલી ઝંડી મળી નથી અને નિર્માતાઓ ફિલ્મના પ્રમોશન માટે સ્ટાર્સ સાથે રાહ જોઇ રહ્યા છે.
હવે સમાચાર આવી રહ્યા છે કે CBFC ને રિવાઇઝિંગ કમિટી તરફથી જવાબ મળ્યો છે. સમિતિએ ફિલ્મમાંથી લગભગ 15-20 સીન કટ કર્યા છે. આની સાથે એ પણ સલાહ આપવામાં આવી છે કે તેણે ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ આપવું જોઈએ. જ્યારે મેકર્સનું કહેવું છે કે ફિલ્મમાં એવું કંઈ નથી જ્યાં કટની જરૂર હોય. તે આ સલાહને નકારી રહ્ય છે. સૂત્રોને ટાંકીને જાણવા મળ્યું છે કે CBFC દ્વારા ફિલ્મની કેટલીક બાબતોને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ ફિલ્મને રિવાઇઝિંગ કમિટીને રિવ્યુ માટે મોકલવામાં આવી હતી. જો કે ફિલ્મના કયા સીન પર લોકો વાંધો ઉઠાવી શકે છે તે અંગે હજુ સુધી કંઈ જાહેર કરવામાં આવ્યું નથી.
OMG 2 ના પહેલા ટીઝરને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. તે જ સમયે કેટલાક લોકોને અક્ષય કુમારનું ‘શિવા’ પાત્ર અને રેલવે સ્ટેશન પર હેન્ડપંપ નીચે નહાવાનું દ્રશ્ય થોડું વિચિત્ર લાગ્યું. પરંતુ CBFC કહે છે કે તેઓ નથી ઈચ્છતા કે અક્ષય અને પંકજની ફિલ્મમાં ‘આદિપુરુષ’ જેવો વિવાદ જોવા મળે. ઓફિશિયલ રિલીઝ ડેટની વાત કરીએ તો ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પરંતુ મેકર્સ હજુ પણ CBFC અને રિવાઇઝિંગ કમિટીની સલાહ વચ્ચે અટવાયેલા છે.
મળતી માહિતી મુજબ એક યુઝરે અક્ષય કુમારની નવી ફિલ્મની સ્ટોરી જાહેર કરી હતી. આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘OMG 2’ની વાર્તા એક ગે છોકરા પર આધારિત છે. છોકરાને તેની જાતિયતા માટે કોલેજમાં ગુંડાગીરી કરવામાં આવે છે, જે નારાજ થઈને આત્મહત્યા કરે છે. આ ઘટનાથી દુખી કોલેજના પ્રોફેસર પંકજ ત્રિપાઠી બાળકોને સેક્સ એજ્યુકેશન ફરજિયાત કરાવવાનો પ્રયાસ કરે છે, જેથી કોલેજના બાળકો વસ્તુઓ શીખે અને ગુંડાગીરી ઓછી થઇ શકે. ફિલ્મમાં ધાર્મિક લોકો આનો વિરોધ કરે છે અને તેને ભગવાનના ભાગ્યની વિરુદ્ધ કહે છે. આ પછી ભગવાન શિવ બનેલા અક્ષય કુમાર પંકજની મદદ કરે છે.