મુંબઈ: (Mumbai) બોલિવૂડની (Bollywood) ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) બોલ્ડનેસ છોડીને હવે સામાન્ય ડ્રેસમાં જોવા મળી રહી છે. તેનું કારણ શું છે? કદાચ પ્રેમ. જે તે બિઝનેસ મેન આદિલ ખાન (Adil Khan) દુર્રાની સાથે કરી રહી છે. રાખીને દરેક વખતે પ્રેમમાં નિષ્ફળતા મળી છે પરંતુ આ વખતે તે આ સંબંધને પોતાના મુકામ સુધી લઈ જવામાં કોઈ કસર છોડવા માંગતી નથી. આથી રાખી આદિલ માટે બુરખો, હિજાબ (Hijab) બધું પહેરવા માટે તૈયાર છે. રાખીએ પોતે જ ખુલાસો કર્યો છે કે આદિલ અને તેના પરિવારને ગ્લેમરસ કપડાં પહેરવાનું પસંદ નથી. તેથી જ મેં મારો પહેરવેશ બદલ્યો છે. મેં મારી જાતને ઢાંકીને રાકવાનું શરૂ કર્યું છે. રાખી હવે સાદા કપડામાં જોવા મળી રહી છે. રાખીએ કહ્યું કે તે નથી ઈચ્છતી કે આદિલ કે તેના પરિવારના સભ્યોને તેના કોઈ પણ કૃત્યથી દુઃખ થાય. અને આમ કરવાથી તે પોતે પણ ખુશ છે.
- બોલિવૂડની ડ્રામા ક્વીન બોલ્ડનેસ છોડીને હવે શરીર ઢંકાય તેવા કપડા પહેરી રહી છે
- રાખીનું કહેવું છે કે આદિલ અને તેના પરિવારને ગ્લેમરસ કપડાં પહેરવાનું પસંદ નથી
- આદિલે કહ્યું- હું મુસ્લિમ બેકગ્રાઉન્ડમાંથી આવું છું, મારે પણ મારો ધર્મ જોવાનો છે
બીજી તરફ આદિલ સાથે જ્યારે આ વિશે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે રાખી વિચિત્ર ટૂંકા કપડાં પહેરતી હતી. મેં તેને યોગ્ય કપડાં પહેરવાનું કહ્યું છે. મેં તેને હિજાબ કે બુરખો પહેરવાનું કહ્યું નથી. તેણે કહ્યું કે પરંતુ હું જો રાખી સાથે જોડાઈ ગયો છું તો તેનો અર્થ એ નથી કે હું મારો ધર્મ ભૂલી જાવ. હું મુસ્લિમ બેકગ્રાઉન્ડમાંથી આવું છું અને મારે પણ આ જોઈને ચાલવાનું છે.
લોકો નથી ઈચ્છતા કે આદિલ રાખી સાથે લગ્ન કરે
સિદ્ધાર્થ કન્નન સાથેના એક ઈન્ટરવ્યુમાં આદિલને પૂછવામાં આવ્યું હતું કે તે પોતાના ઘરે ક્યારે કહેશે કે રાખી તેની પત્ની બનવાની છે. આના પર આદિલે કહ્યું આ બહુ જલ્દી થશે. તે જ સમયે રાખીએ વાતને કાપી નાખી અને કહ્યું કે હું કંઈક કહેવા માંગુ છું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા મુસ્લિમો છે. શું તેમનાં લગ્ન નથી થયાં? શું એ છોકરીઓનાં નામ સામે આવ્યાં નથી? શું તે આઈટમ સોંગ નથી કરતી? હું બીજા બેકગ્રાઉન્ડમાંથી આવી છું.
રાખીએ કહ્યું કે જો કાલે અમે લગ્ન કરી લઈએ તો હું જે પણ છું તેનાથી તેના પરિવારને અસર ન થવી જોઈએ. હવે તેની બહેનના લગ્ન થવાના છે તેથી લોકો તેને કહી રહ્યા છે કે જો રાખી સાવંતને વહુ બનાવીને લાવવામાં આવશે તો તારી બહેન સાથે કોણ લગ્ન કરશે. આ બધું શું છે? શું હું આતંકવાદી છું? શા માટે તેમની બહેનને મારા કારણે આ બધું સહન કરવું પડે? સંબંધો તો ઉપરથી બનીને આવે છે.