SURAT

રમતા રમતા ખોવાઈ ગયેલા ત્રણ વર્ષના બાળકની લાશ પાણીની ટાંકીમાંથી મળી, સુરતની ઘટના

સુરત: લિંબાયતની કલ્પના સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારનો બુધવારે સાંજે ગુમ થઈ ગયેલા ત્રણ વર્ષના બાળકની લાશ પાણીના ટાંકીમાંથી મળી આવી હતી.

  • લિંબાયતની કલ્પના સોસા.માં રહેતા સંતોષ બધેલના 3 વર્ષિય પુત્ર રૂદ્દની આખી રાત શોધખોળ કરી પરંતુ બાદમાં તેની લાશ જ મળી

સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં લિંબાયતમાં આવેલ કલ્પના સોસાયટીમાં રહેતા સંતોષભાઈ બઘેલ પાણીપુરીની લારી ચલાવીને પત્ની અને બે સંતાનોનું ભરણપોષણ કરે છે. બે સંતાનો પૈકી 3 વર્ષીય પુત્ર રૂદ્ર બુધવારે સાંજે ગુમ થઈ ગયો હતો.

તે ગુમ થયો હતો ત્યારે વિસ્તારની વીજળી જતી રહી હતી. ત્યારબાદથી રુદ્ર ગુમ થઈ ગયો હતો. થોડો સમય વિત્યા બાદ પણ રુદ્ર મળી ન આવતા પરિવારજનો માનસિક તણાવમાં આવી ગયા હતા. પરિવારજનોએ રુદ્રની શોધખોળ કરતા તેની કોઈ ભાળ મળી ન હતી. ગુરુવારે રુદ્રના સંબંધી સવારે 5:00 વાગે ઘરની પાણીની ટાંકીમાંથી પાણી ભરવા માટે ગયા હતા.

તે સમયે પાણીની ટાંકી ખોલતા રૂદ્ર ડૂબી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. રૂદ્રને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. લિંબાયત પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

1.63 કિલો ગાંજાના કેસમાં આરોપીને સાત વર્ષની કેદ અને 50 હજાર રૂપિયાના દંડની સજા
સુરત: કામરેજ વિસ્તારમાં 2010માં 1.63 કિલો ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવીને સાત વર્ષની કેદની સજા તથા 50 હજાર રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો હતો. કેસની વિગત એવી છે કે જિલ્લા એસઓજીએ સપ્ટેમ્બર 2010માં કામરેજ વિસ્તારમાંથી બાતમીના આધારે આરોપી લલ્લુ કાનજી વસાવા(રહે. બોરસરા ગામ નવાપરા ફળીયું, માંગરોળ)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 1.63 કિલો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

તેની કિંમત 16370 રૂપિયા હતી. તેમાં પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસ આજ રોજ કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટે સરકારી વકીલ જીતેન્દ્ર પારડીવાલાની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીને કસૂરવાર ઠેરવીને સાત વર્ષની સખત કેદ અને 50 હજાર રૂપિાયના દંડની સજાનો હુકમ કર્યો હતો. જો દંડની રકમ ન ભરે તો વધુ સાત મહિનાની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top