Business

દેહ શણગાર યુગોથી થાય છે ને થતો રહેશે

અરણ્ય સંસ્કૃતિમાંથી આર્ય સંસ્કૃતિમાં વસેલો માનવ સમાજ નગ્ન અવસ્થા છોડી પરિધાનને સ્વીકારી રહેતો થયો ત્યારેપુરુષો અને મહિલાઓ દેહ શણગારનો પણ આગ્રહ રાખતા થયાં. મહિલાઓ તો સોળે શણગાર સજજ થઇ આકર્ષણ જમાવવા લાગી. અલબત્ત ઉજળિયાત – પછાતમાં શણગારનાં પ્રકાર અને સાધનો અલગ અલગ રહ્યાં, શૈલીઓ અલગ અલગ રહી, સભ્ય સમાજમાં પોતાનો વટ જમાવવા આકર્ષક વસ્ત્ર પરિધાનનો ખ્યાલ રાખતા થયાં. ઉત્સવો અને વિશેષ દિવસો, પ્રસંગોમાં દેહશણગાર જરૂર થયો. પુરુષોમાં પણ અનાદિકાળથી રૂપસજજા થતી રહી.

સ્ત્રીઓની જેમ આદિવાસી પુરુષો પણ ગળામાં વિવિધ રંગી માળાઓ, હાથમાં કડાં, પગમાં કડાં કાનનાં ઘરેણાં વગેરે ધારણ કરે છે. સોના-ચાંદીનાં આભૂષણો મોંઘાંને મોંઘાં થતાં જાય છે શરીરનું સૌંદર્ય વધારવા વિભિન્ન પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન વધી રહ્યું છે, તેજ પ્રમાણે સ્ત્રીઓમાં પણ વધારે ને વધારે સુંદર દેખાવા માટે રોજ રોજ નવી નવી વસ્તુઓ, ફેશનો આવતી જાય છે. આફ્રિકન વિસ્તારની આદિવાસી મહિલાઓ તો વાળની સજાવટ કરવા વિવિધ રંગઢંગ, ગળુ, છાતી અને હાથ ઉપર હાડકાં તેમજ અન્ય વસ્તુઓમાંથી બનાવેલાં ઘરેણાં વડે તેમની શૃંગાર પ્રિયતા દર્શાવે છે. ભલે ને ભારે કષ્ટ વેઠવું પડે. આદિવાસી યુવતીને તેનો પ્રેમી જ સારી કાંસકી ભેટ આપે તેવી પરંપરા છે.

કાચમાંથી બનાવેલી લાલ, પીળી વાળીઓ વડે કાન પૂરેપૂરા ઢાંકી દેવાય છે, ધાર વડે કાન અને માથાનું જોડાણ થાય છે. જંગલી બીજ, પથ્થરો, મણકા, છીપલાં કોડી વગેરેમાંથી માળાઓ બનાવે છે. ડોકની લંબાઇ, ઊંચાઇ, વધારવા સ્પ્રીંગ જેવું કષ્ટ દાયક ઘરેણું પહેરવામાં આવે છે. છૂંદણાંને સરણોત્તર ઉપયોગી માને છે, વળી તેને લીધે રોગથી બચી જવાનું પણ માને છે. આદિવાસી પુરુષો માથામાં ઘાસ, શણના ટોપા, માથા પર પીંછા કે ફસતાં ખોસી સજાવટ કરે છે. વાંસનાં છોતરાં પર રંગ ચઢાવીને કે રંગીન કપડું બાંધી તેમના માથામાં ખોસે છે.  વિદેશોમાંયે લોકો આ માર્ગે વળી રહ્યાં છે. આદિવાસી છૂંદણાંની જેમ શરીર પર મોટાં ટેટુ ચીતરાવે છે. પ્રાકૃતિક જીવનમાંથી માનવ સમાજ હવે શહેરી જીવન તરફ વળતો જાય છે. દેહશણગાર સભ્ય સમાજમાં આવશ્યક ગણાય છે. અને તેથી જ બ્યુટી પાર્લરો વધતાં જ જાય છે. કુદરતી સુંદરતા ન હોય ત્યારે કૃત્રિમ સૌંદર્ય છલવાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top