Dakshin Gujarat

ઝઘડિયાના ધોલી ડેમમાં કપડાં ધોવા ગયેલી બે કિશોરીની લાશ મળી

ઝઘડિયા, નેત્રંગ: ભરૂચના (Bharuch) ઝઘડિયાના (Zaghadiya) ધોલી ડેમમાં (Dholi Dam) વણખુટા (Vankhuta) ગામની બે કિશોરીના ડૂબી (Drown) જતાં મોત (Death) નીપજ્યાં હતાં.

  • આ કિશોરી ધોલીડેમ ખાતે કપડાં ધોવા ગઈ હતી એ દરમિયાન ઘટના બની

ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ વણખુટા ગામે રહેતી 17 વર્ષિય અંજના રાકેશ વસાવા તથા 12 વર્ષિય શિલ્પાબેન રોહિત વસાવા તા.5 મેના રોજ સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ધોલી ડેમ ખાતે કપડા ધોવા ગઈ હતી. આ બંને મોડે સુધી ઘરે પરત ફરી ન હતી. તેથી તેમના પરિવારજનોએ તેમની શોધખોળ આરંભી હતી. દરમિયાન ધોલી ડેમના કિનારા પર કિશોરીના મૃતદેહ પડેલા હોવાની જાણ થતાં ત્યાં જઈને જોતા આ મૃતદેહ અંજના અને શિલ્પાના હોવાનું જણાયું હતું. ઘટના અંગે વણખૂટાના રહીશ દેવલ રામ વસાવાએ ઉમલ્લા પોલીસમથકે જાણ કરતાં પીએસઆઈ વૈશાલી ઠુમ્મરે પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

કાપડ ભરેલી લારી નીચે વીજ વાયર કચડાવાથી કરંટ લાગતાં કામદારનું મોત
પલસાણા: તાંતીથૈયાની એક મિલમાં કામ કરતા કામદાર કાપડ ભરેલી લારીને ધક્કો મારી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ રહ્યો હતો. એ દરમિયાન વીજ વાયર કચડાઈ જતાં કરંટ લાગવાથી કામદારનું મોત નીપજ્યું હતું.

પલસાણાના તાંતીથૈયા ખાતે આવેલી દુર્ગા પ્રોસેસ નામની મિલમાં પોલિસ્ટર ખાતામાં કામકાજ કરતા ધનરાજ સદાશિવ ચૌહાણ (ઉં.વ.49) રવિવારે બપોરે ખાતામાં કામકાજ દરમિયાન કાપડ ભરેલી લારી ખસેડી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા હતા. એ દરમિયાન લારી નીચે નજીક મૂકેલા ટેબલ ફેનનો વાયર લારી નીચે કચડાઈ જવાથી લોખંડની લારીમાં વીજકરંટ પ્રસરી જતાં ધનરાજભાઈને હાથમાં ઝટકા સાથે કરંટ લાગવાના કારણે ધનરાજભાઈ નજીક કન્સ્ટ્રક્શન સાઈડના પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા. મિલના ઇનચાર્જ વિક્રમકુમાર ધનરાજભાઈને નજીકની સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતાં ફરજ પરના ડોક્ટરે ધનરાજ ચૌહાણને મૃત જાહેર કરતાં કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top