બેન્ક ઓફ બરોડાએ સપ્ટેમ્બર અંત ના પુરા થતા ક્વાર્ટર દરમિયાન નફામાં 28% વધારા સાથે નફો 4253 કરોડ નોંધાવ્યો છે પરંતુ આ નફો જેને આભારી છે તે મહત્વના બેન્કના ગ્રાહકોને બેન્ક તરફથી સંતોષકારક સુવિધાઓ મળતી નથી જે નિરાશાજનક બાબત છે જેમ કે: (1) છાશવારે બેન્કોનાં એ.ટી.એમ. રૂમનાં એસી બંધ હોય છે. (2) પાસબુક પ્રિન્ટર મહિનામાં 15 દિવસ બંધ હોય છે. (3) ગ્રાહકોને અપાતી એફ.ડી.નું કાગળ મટીરીયલ્સ ખુબ જ નિમ્ન કક્ષાનું હોય છે. (4) નવુ ખાતુ ખોલવામાં અને તેની ચેકબુક મેળવવામાં 15 દિવસનો સમય લાગે છે જે ખુબ જ વધારે છે. (5) લોકરોનું ભાડુ અને ડિપોઝીટ અન્ય બેન્કોની સરખામણીમાં ખુબ જ વધારે છે. (6) શાખાઓમાં પુરતા કર્મચારીઓની અછત કાયમી હોય છે જેને પરિણામે ગ્રાહકોને સહન કરવાનું આવે છે. ઉપરોક્ત તમામ મુદ્દાઓને ગ્રાહકોની ફરીયાદ સમજી બેન્કના સત્તાધીશો યોગ્ય કાર્યવાહી કરશે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ભીડથી બચવાનું શીખો
આ બે શબ્દોમાં ફસાયો, તો માં મને કોઠીમાંથી બહાર કાઢ જેવો એનો હાલ થાય. જ્યાં ભીડ જામે ત્યાં પોતાની સલામતી માટે દરેક જન દૂર જ રહે. ભીડ ક્યાં જામે? તહેવારોમાં મેળાઓમાં (કુંભ મેલો, સામાન્ય મેલા), ઇદ, દિવાલી, ક્રિસમસ ન્યૂયર, આ બધા તહેવારો ભીડમય હોય છે. ભીડમાં જવાનું કોઇભી પસંદ ના કરે કેમ કે દબાઈ જવાનું, કચડાઈ જવાનું ભય રહે છે. જ્યારે કોઇ મહાન સંત, ધર્મગુરુ, નેતા, એનો પૂનીત (મુબારક) પગલાંથી એ જગ્યા પાવન કરે ત્યારે માનવ મહેરામણ એના દર્શન દિદાર કરવા ઉમટે છે.
ત્યારે ભયંકર દૃશ્ય સર્જાય છે. ધક્કામુકી, અતરાતફદી, દબાઈ જવું બેહોશ અને કઇક વખત મરણના કેસો બને છ. નબળા લોકો આ ભીડથી દૂર રહેવું જોઇએ. આ વખતે ભીડ એનું ભયંકર સ્વરૂપમાં હોય છે. ઉતાવળ જ એનો ભોગ લે છે. શાનો સમજુ શાંત માનવી આ ભીડને દૂરથી જનમસ્કાર કરે છે. આ ભીડથી આપને ઇશ્વર અલ્લાહ બચાવે. સદ્દબુદ્ધિ આપે એજ પ્રાથના કરીએ. ઇશ્વર અલ્લાહ તેરેનામ સબકો સન્મતી દે ભગવાન.
સુરત- મોહસીન એસ. તારવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.