Gujarat Main

બોર્ડની ધોરણ-12ના સંસ્કૃતની પરીક્ષાનું પેપર રદ: હવે આ તારીખે પરીક્ષા લેવાશે

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે ધોરણ 12નું સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું છે. સંસ્કૃતના પેપરમાં 80 ટકા પ્રશ્નો અભ્યાસક્રમની બહારથી પૂછાયા હતા, જેના કારણે આ પેપરને રદ્દ કરીને વિદ્યાર્થીઓના હિતમાં પેપર ફરી લેવાનો નિર્ણય કરાયો છે. આ રદ કરાયેલું સંસ્કૃતની પરીક્ષાનું પેપર આગામી 29 માર્ચના રોજ ફરીથી લેવામાં આવશે.

રાજ્યમાં તા. 20મી માર્ચના રોજ ધોરણ-12 સંસ્કૃતની પરીક્ષા યોજાઈ હતી. આ પેપરમાં 80 ટકા પ્રશ્નો સિલેબસ બહારના આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેના પગલે વિદ્યાર્થીઓ સહિત વાલીઓની ફરિયાદ ઉઠી હતી. તેથી બોર્ડ દ્વારા સંસ્કૃતની પરીક્ષા રદગ કરી ફરીથી આગામી 29 માર્ચે પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. 29 માર્ચે બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યાના બોર્ડના સમયે જ ફરી પેપર લેવામાં આવશે.

અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતા પેપર રદ કરવું પડ્યું
માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ સચિવ તરુલત્તા પટેલે જણાવ્યું હતું કે, સંસ્કૃતની પરીક્ષામાં આશરે 35 ટકા જેટલા પ્રશ્નો અલગ અભ્યાસક્રમના પૂછાયેલા છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 31 માર્ચથી બોર્ડની પરીક્ષાના પેપર ચકાસણીની કામગીરી શરૂ થશે. ધોરણ 10, ધોરણ 12ના આર્ટ્સ, કોર્મર્સ અને સાયન્સના 16.5 લાખ વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી કરવામાં આવશે. રાજ્યના 362 ચકાસણી કેન્દ્ર પર પેપરોની ચકાસણી કરવામાં આવશે. જેમાં 61,500 જેટલા પરીક્ષકો જોડાશે.

ધો. 10 બોર્ડનું અંગ્રેજીનું પેપર સરળ રહ્યું
ગુજરાત બોર્ડમાં ધોરણ 10માં આજે અંગ્રેજી વિષયનું પેપર પૂરું થયું છે. પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. ધોરણ 10માં અત્યાર સુધી 4 પેપર પૂર્ણ થયા છે. જેમાં 2 મહત્ત્વના પેપર ગણિત અને વિજ્ઞાન પણ પુરા થઈ ગયા છે. આજે ઈંગ્લીશ અંતિમ મહત્ત્વનું પેપર હતું. ધોરણ 12 સાયન્સમાં એડમિશન લેવા માટે ગણિત, વિજ્ઞાન અને ઈંગ્લીશના માર્કસના આધારે મેરીટ બને છે. આજના પેપર બાદ 28 ફેબ્રુઆરીએ સંસ્કૃતના પેપર સાથે ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થશે.

Most Popular

To Top