નવી દિલ્હી : કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસી) દ્વારા વર્ષ 2023માં લેવાનારી ધોરણ-10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓની (Board Exam) તારીખો જાહેર કરી દીધી છે. વિદ્યાર્થીઓ સીબીએસસીની (CBSC) ઓફિશ્યલ વેબસાઈટ (Official Website) cbse.gov.in પર લોગઇન કરીને તેમના વેબસાઈટ ઉપર 10th અને 12th બન્નેનું ટાઇમ ટેબલ પણ મુકવામાં આવ્યું છે. ડેટશીટમાં (Date Sheet) ધોરણ-10 અને ધોરણ 12 બનેનું ટાઇમટેબલ (Timetable) પણ અપડેટ કરવામાં આવ્યું છે. જેમાં બોર્ડની પરિક્ષાની તારખો,સમય અને અન્ય પરિક્ષા નિર્દેશો પણ જાહેર કરવામાં આવ્યા છે.
10 અને 12ની પરીક્ષાઓ આ તારીખથી શરૂ થશે
CBSE દ્વારા બહાર પાડવામાં આવેલી ડેટશીટ અનુસાર ધોરણ 10મીની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. તે જ સમયે, 12 મીની પરીક્ષા પણ 15 ફેબ્રુઆરી, 2023 થી જ લેવામાં આવશે. 10મીની પરીક્ષા 21મી માર્ચ 2023ના રોજ સમાપ્ત થશે જ્યારે 12મીની પરીક્ષા 5મી એપ્રિલ 2023ના રોજ સમાપ્ત થશે. CBSEએ વિદ્યાર્થીઓ માટે સવારે 10:30 વાગ્યાનો પરીક્ષાનો સમય નક્કી કર્યો છે. CBSE બોર્ડે પ્રેક્ટિકલ પરીક્ષાઓનું શીડ્યુલ પણ બહાર પાડ્યું છે.
સમય પહેલા ડેટશીટ જાહેર કરી જેથી વિધર્થીઓને તૈયારીઓનો સમય મળે
શેડ્યૂલ મુજબ ધોરણ 10 અને ધોરણ 12 ની પ્રેક્ટિકલ પરીક્ષા 2 જાન્યુઆરી, 2023 થી શરૂ થશે. CBSE બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળે, તેથી બોર્ડે સમય પહેલા ડેટશીટ જાહેર કરી છે. બોર્ડ તમામ વિદ્યાર્થીઓને તેમની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવે છે.
JEE મેન્સને ધ્યાનમાં રાખીને ડેટશીટ બહાર પાડવામાં આવી
સીબીએસસી બોર્ડે દ્વારા JEE Mains પરીક્ષાને ધ્યાનમાં રાખીને 10મી અને 12મીની તારીખપત્રક બહાર પાડવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ડેટશીટ લગભગ 40,000 વિષયોના સંયોજનને ટાળીને તૈયાર કરવામાં આવી છે જેથી કોઈ પણ વિદ્યાર્થી એક જ તારીખે બે વિષય ન હોય.
સમય પત્રક પણ બહાર પાડ્યું
CBSE ધોરણ 10મા બોર્ડની મોટાભાગના પેપર માટે પરીક્ષાનો સમય સવારે 10:30 થી બપોરે 1:30 સુધીનો રાખવામાં આવ્યો છે. જ્યારે, CBSE બોર્ડ 12 મી બોર્ડની પરીક્ષા એન્ટરપ્રિન્યોરશિપ પેપરથી શરૂ થશે અને મનોવિજ્ઞાન પેપર સાથે સમાપ્ત થશે. ધોરણ 12ની પરીક્ષાનો સમય મોટાભાગના પેપર માટે સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધીનો રહેશે.