Charchapatra

રક્તદાન:મહાદાન અને કન્યાદાન:શ્રેષ્ઠ દાન

શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્યે પોતાની આવકનો પાંચ ટકા હિસ્સો દાન કરવો જોઈએ અથવા પુણ્યકાર્યોમાં વાપરવો જોઈએ. દાન જરૂરિયાતમંદને થવું જોઈએ. આમ, જગતમાં દાન ઘણાં પ્રકારના છે. એમાં રૂપિયાનું દાન, ભોજન દાન, વસ્ત્ર દાન, અને કોઇને કંઇ ન આપી શકાય તો ‘સમય’નું દાન પરંતુ બધા દાનોમાં રકતદાન મહાદાન છે. કારણ કે તે કોઇની જિંદગી બચાવી લે છે. રક્ત વેચાતું મળતું નથી. ફણ ડોનેટ કરીને લેવાનું હોયચે અને આદિકાળથી લગ્ન વ્યવસ્થામાં કન્યાના પિતા કન્યાદાન કરે ચે.અને જીવનમાં કન્યાને લક્ષ્મીની ભૂમિકા સુધી વરને વિષ્ણુની ભૂમિકા સુધી ઊંચે ચડવાનું સૂચન કરે છે. કહેવાયછે કે આપનારનો હાથ હંમેશા ઊંચો રહે ચે અને પછી તો જુદી જુદી માંગણી સંદર્ભે આ સિલસિલો ચાલુ જ રહે ચે. આમ, પિતા પોતાનો અંશ, જીગરનો ટૂકડો આપે ચે. તેથી કન્યાદાન શ્રેષ્ઠ દાનની કક્ષામાં આવે છે.
સુરત     – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top