હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ આવ્યા હતા. જેના પગલે સુરત શહેરના ઉધના વિસ્તારમાં જાગૃત નાગરિકો દ્વારા શહેરીજનોને મદદરૂપ થવા માટે ખાસ બ્લ્ડ ડોનેટ કર્યુ હતું. બ્લ્ડ ડોનેશન કેમ્પ યોજનાર ઉધનાના રહેવાસી રમેશભાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં લોહીની અછત વર્તાઈ રહી છે. જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે તેઓના વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે. ઉધના વિસ્તારમાં રણછોડનગર સોસાયટીના રહેવાસીઓએ સોમવારે બ્લડ ડોનેટ કર્યુ હતું. કુલ 27 લોકોએ અહી બ્લડ ડોનેટ કરી જરૂરિયાતમંદોને આપવાની તૈયારી દર્શાવી હતી. અને જેઓને પણ બ્લ્ડની જરૂર હશે તેઓ મોબાઈલ નંબર: 98241 10331 પર સપંર્ક કરી શકશે.
ઉધનામાં બ્લ્ડ ડોનેશન કરાયું: જરૂરિયાતમંદોને મદદ
By
Posted on