નવી દિલ્હી: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની (Japanese Prime Minister Fumio Kishida) જાહેર સભામાં બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો હતો. જ્યારે પીએમ ફ્યુમિયો ભાષણ આપવા માટે સ્ટેજ નજીક પહોંચ્યા હતા ત્યારે સ્મોક બોમ્બથી (Smoke bomb) તેમના પર હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. સુરક્ષાકર્મીઓએ વડાપ્રધાનને સુરક્ષિત બહાર કાઢ્યા છે. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. પીએમ કિશિદા એક સભામાં સંબોધન કરવા માટે વાકાયામા શહેરમાં પહોંચ્યા હતા.
મળતી માહિતી અનુસાર વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા વાકાયામા શહેર જાહેર સભાનું સંબાધન માટે પહોંચ્યા હતા. જ્યારે તેઓ સ્ટેજ તરફ પહોંચી રહ્યા હતા. ત્યારે અચાનક જ સભામાં હાજર એક વ્યક્તિએ તેમના પર સ્મોક બોમ્બ ફેંક્યો હતો. જેનાથી સભામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જો કે સદ્દનસીબે પીએમને ઈજા પહોંચી ન હતી. બ્લાસ્ટ થતા જ પોલીસ કર્મીઓ એલર્ટ થઈ પીએમને સુરક્ષતિ રીતે સભામાંથી બહાર લઈ ગયા હતા. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો સુરક્ષિત રીતે ભાગવા માટે દોડતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક વ્યક્તિને પણ પકડી લીધો હતો.
વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા વાકાયામા શહેરમાં તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ આ વિસ્ફોટ થયો હતો. સ્મોક બોમ્બ ફેંકાયા બાદ ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો સુરક્ષિત રીતે ભાગવા માટે દોડતા જોવા મળી રહ્યા છે.
વિધાનસભામાં વિસ્ફોટ બાદ પીએમ કિશિદાને સુરક્ષિત રીતે બહાર લઈ જવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવાના હતા. જાપાનમાં વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાના ખૂબ કડક કાયદા છે. આ પહેલા પણ શિન્ઝો આબે પર હુમલા થયા હતો આ હુમલા બાદ પોલીસે તે અંગે સમીક્ષા કરી હતી અને અગાઉ સુરક્ષા વધુ ચુસ્ત રાખવામાં આવી હતી, પરંતુ હવે જાપાનની પોલીસ ફરી એકવાર વર્તમાન વડાપ્રધાનની નજર સામે આવી છે. બ્લાસ્ટને લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈને સમીક્ષા કરવી પડશે કારણ કે આવનારા સમયમાં હિરોશિમા શહેરમાં પણ G7ની તૈયારીઓ ચાલી રહી છે.
કિશિદા વર્ષ 2021માં પીએમ બન્યા હતા
ફ્યુમિયો કિશિદા વર્ષ 2021માં જાપાનના વડાપ્રધાન બન્યા હતા. આ સાથે તેઓ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના પ્રમુખ છે. તેમણે 2012 થી 2017 સુધી વિદેશ પ્રધાન તરીકે સેવા આપી હતી અને 2017 માં કાર્યકારી સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી. 2017 થી 2020 સુધી, તેમણે LDP પોલિસી રિસર્ચ કાઉન્સિલના અધ્યક્ષ પણ હતા. તાજેતરમાં કિશિદા ભારત આવ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શિન્ઝો આબે પર તેમના ભાષણ દરમિયાન થયો હતો હુમલો
જાપાનમાં આ બીજી વખત છે જ્યારે કોઈ મોટા રાજનેતાની સુરક્ષાનો ભંગ થયો હોય. આ અગાઉ ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે (67)ની ગયા વર્ષે 8 જુલાઈએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભાષણ દરમિયાન શિન્ઝો આબે પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે તેમના પર ગોળીબાર થયો અને તેઓ અચાનક નીચે પડી ગયા. જે બાદ તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું.
2020માં પીએમ પદ પરથી રાજીનામું આપ્યું
શિન્ઝો જાપાનમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર કરી રહ્યા હતા. તેના પર કુલ બે ગોળીઓ ચલાવવામાં આવી હતી, પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તે 41 વર્ષનો છે, તેની પાસેથી એક બંદૂક પણ મળી આવી છે. શિન્ઝો આબેએ ખરાબ તબિયતને કારણે વર્ષ 2020માં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેઓ જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા પીએમ છે.