ગરબાડા: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાંથી સફેદ કોર્ટઝ પથ્થરોનો બેફામ થતો કાળો કારોબાર ખનીજ તંત્રની રહેમ નજર હેઠળ થઈ રહ્યો છે. ખનન માફિયાઓ દ્વારા આ સફેદ પથ્થરોનું ખનન બેરોકટોક કરવામાં આવી રહ્યું છે ત્યારે શું ગરબાડા તાલુકામાંથી ખનીજ ચોરો દ્વારા બેફામ લાખ્ખો રૂપિયાની રોજની ખનીજ ચોરી કરતા હોવા છતાં ખાણ ખનીજ અને વહીવટી તંત્ર પણ ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે કેમ કે ગરબાડા તાલુકામાં કિંમતી સફેદ કોર્ટઝ પથ્થરોની બેરોકટોક ચોરી કરવા માટેનું ખનન માફીયાઓને મોકળું મેદાન મર્યુ હોય તેમ લાગી રહ્યું છે. હાલ ગરબાડા તાલુકામાંથી જ જાગૃતિ હોસ્પિટલની પાછળ ડુંગરનુ ખનન કરી સફેદ પથ્થરોની ખુલ્લે આમ ચોરી કરવામાં આવી રહી છે.
ગરબાડામાં ખનન માફિયાઓ દ્વારા આવા સફેદ પથ્થરોનો ધોળા દિવસે કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ખાણ ખનીજ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા આવા ખનીજ માફીયો ઉપર રહેમ નજર રાખવામાં આવતી હોવાથી ગરબાડા તાલુકામાં ખનન માફિયાઓ દ્વારા સફેદ કોર્ટઝ પથ્થરોને ચોરી કરીને સરકારની લાખ્ખો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે ખાણ ખનીજ તંત્ર ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે કે શું ખનન માફિયાઓ દ્વારા ખાણ ખનીજ તંત્રના અધિકારી કે કર્મચારીઓને કોઈ મોટી રકમનું ભરણ આપવામાં આવે છે?. ગરબાડા તાલુકામાંથી દરરોજ ટ્રકો દ્વારા ચોવીસ કલાક સફેદ પથ્થરોની બેફામ ચોરી કરી પથ્થર પીસવાના કારખાનાઓને બારોબાર સરાકરી રોયલ્ટી અને GSTની ચોરી કરીને વેચી નાખવામાં આવતા હોય છે. આમ ગેરકાયદે રીતે ખનન કરતા આવા ખનન માફિયાઓ સફેદ પથ્થરોની ચોરી કરતા અટકાવવામાં આવશે કે કેમ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.