Comments

કોંગ્રેસના વિજયથી ભાજપની પીછેહઠ?

કર્ણાટકમાં કોંગ્રેસના ઝળહળતા વિજથી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પક્ષને ઊંડો આઘાત લાગ્યો છે. દક્ષિણ ભારતમાં ફેલાવાના ભારતીય જનતાપક્ષના પ્રયાસો વિફળ ગયા છે. કર્ણાટક હાથમાંથી ગયું એટલે દક્ષિણમાં એવું કોઇ રાજ્ય રહ્યું નથી જેમાં ભારતીય જનતા પક્ષનું શાસન રહ્યું હોય. કર્ણાટકના લોકોએ 1999 પછીનો સૌથી મોટો વિજય કોંગ્રેસને આપ્યો છે અને કર્ણાટક વિધાનસભાની છેલ્લી ચાર ચૂંટણીઓમાં ત્રશંકુ ગૃહમાંથી આ વખતે વિધાનસભા ઉગરી ગઇ છે. શાસક ભારતીય જનતા પક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપોથી અભડાઇ ગયેલું નિસ્તેજ શાસન ખાળવાની કિંમત ચૂકવવી પડી છે.

બસવરાજ બોમ્માઇની આગેવાની હેઠળની ભારતીય જનતા પક્ષની સરકારના ગેરવહીવટ અને ‘ભ્રષ્ટાચાર’ પર ધ્યાન કેન્દ્રિત કરી કમમાં કમ છ મહિના સુધી બરાબર ચલાવેલી સુઆયોજિત ઝુંબેશને કારણે કોંગ્રેસને વિજય મળ્યો છે. 40 ટકા સરકાર સૂત્ર અને ત્યાગ પછી ‘પેસીએમ’ પોસ્ટર દ્વારા રાજયભરમાં પ્રચાર થવાથી ભારતીય જનતા પક્ષને પીછેહઠ કરવી પડી છે. ભારતીય જનતા પક્ષનો એક ધારાસભ્ય માદલ વિરુ પથપ્પા લોકાયુકતના દરોડામાન સપડાઇ ગયો હતો અને તેની અને તેના દીકરા પાસેથી રૂા. આઠ કરોની બે હિસાબી રકમ મળી આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લા ત્રણ સપ્તાહની પ્રચાર ઝુંબેશ રંગ લાવી હતી. તેમણે 20 જાહેર સભા સંબોધી હતી અને છ રોડ શો કર્યા હતા જેને પગલે ભારતીય જનતા પક્ષ જે બેવડ વળીગયો હતો તેણે ટટ્ટાર થઇને કોંગ્રેસને વાજબી લડત આપી હતી. દેવે ગૌડાના જનતાદળ (સેકયુલર)ને તેમાં અસ્તિત્વના 24 વર્ષમાં જે ભયંકર પછડાટ મળી તેને કારણે કોંગ્રેસની તરફેણમાં પલ્લું નમ્યું. તેના મતના હિસ્સામાં 5 ટકાનો ઘટાડો થયો અને તેની બેઠકની સંખ્યાસૌથી નીચી ગઇ. મુસ્લિમોના મત જનતાદળને બદલે કોંગ્રેસને મળ્યા અને ચૂંટણીમાં હારવા પક્ષે 36 ટકા મત મેળવ્યા. 2018માં પણ તેને 36 ટકા મત મળ્યા હતા. પણ આ વખતે કોંગ્રેસે ગયા વખત કરતાં 5 ટકા વધુ એટલે કે 43 ટકા મત મેળવી જીત મેળવી. કોંગ્રેસને કામિયાબી કેમ મળી?

તેણે 200 યુનિટ મફત વીજળી આપવાનું, માથા દીઠ 10 કિલો ચોખા આપવાની પરિવારની વડીલ સ્ત્રીઓને રૂા.2000નું માસિક ભથ્થું આપવાનું, બેરોજગાર યુવકોને રૂા. 3000ની માસિક સહાય અને રૂા. 1500ની સહાય ડિપ્લોના ધારકોને આપવાનું અને સ્ત્રીઓને બસમાં મફત મુસાફરીનાં વચન આપ્યા જે મતદારો માટે અત્યંતઆકર્ષક હતા. મોદી રેવડી સંસ્કૃતિની વિરુધ્ધમાં હોવાથી ભારતીય જનતા પરથી તેની બરાબરી નહીં કરી શકયો. હવે પ્રશ્ન એ જાગે છે કે મોદી લહેર ખતમ થઇ ગઇ? કર્ણાટકે એવું બતાવ્યું છે કે હિમાચલ પ્રદેશ પછી ભારતીય જનતા પક્ષ દ્વારા કેન્દ્રીય ઝુંબેશ કરાય તો તે સફળ નહીં થાય? મુસ્લિમોના કોંગ્રેસને અપાયેલા પરિવર્તનનો સંકેત છે? કોંગ્રેસ માટે હવે શું? 2024ની ચૂંટણી માટે તે દસ મહિનામાં કાઠું કાઢી શકશે?

ભારતીય જનતા પક્ષનો કર્ણાટકમાં કેમ પરાજય થયો?
1. રાજયમાં કોઇ પ્રભાવશાળી ચહેરો રજૂ ન થઇ શકયો.
2. ભારતીય જનતા પક્ષ મુખ્ય પ્રધાનપદે યેદુરપ્પાને ખસેડી બસવરાજ બોમ્માઇને ગાદીપર બેસાડયા પણ પરિવર્તનને પગલે જે અપેક્ષા હતી તે બોમ્માઇ ફળિભૂત કરી શકયા નહીં.
કોંગ્રેસમાં ડી.કે. શિવકુમાર અને સિધ્ધ રામૈયા જેવા ધારદાર નેતા છે જેને કારણે ભારતીય જનતા પક્ષને ગેરલાભ થયો. ભારતીય જનતા પક્ષે પોતાના પ્રખર નેતાઓને કોરાણે મૂકી દીધા. કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષનું સ્થાન મજબૂત કરનાર યેદુરપ્પાને ચૂંટણી દરમ્યાન જ તડકે નાંખવામાં આવ્યા. ભારતીય જનતા પક્ષે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી લક્ષમણ સવાદીને ટિકીટ જ નહીં આપી. આ ત્રણે નેતા કર્ણાટકના વર્ચસ્વધારી લિંગાયત સમાજના મોટા માથા છે.

ચૂંટણી ઝુંબેશમાં ભારતીય જનતા પક્ષે ચૂંટણી વચનોની છૂટે હાથે લ્હાણી કરી. ભારતીય જનતા પક્ષ નહીં તો લિંગાયતોના મત મેળવી શકયો કે નહીં તો દલિતો, આદિવાસીઓ, અન્ય પછાત વર્ગો અને બેક્કલિંગસમાજના મત મેળવી શકયો પણ કોંગ્રેસ મુસ્લિમો, દલિતો અને અન્ય પછાત વર્ગોના મત અંકે કરી શકયો અને લિંગાયત સમાજમાં પણ ઘૂસી શકયો. ભારતીય જનતા પક્ષના કર્ણાટકના નેતાઓએ આખું વર્ષ હલાલ, હિઝાબ, આઝાન, હનુમાન જેવા મુદ્દા ઉપસ્થિત કર્યો જયારે કોંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની ખાતરી આપી. આ કોમી મુદ્દા હતાપણ ભારતીય જનતા પક્ષને તેનો લાભ મળ્યો નહીં અને ભ્રષ્ટાચારનો મુદ્દા બધાને આંખે ચડી ગયો. ભારતીય જનતા પક્ષના પ્રચારમાં રાજયના પ્રભાવશાળી નેતાઓની ગેરહાજરી હતી. કોંગ્રેસે સ્થાનિક મુદ્દાઓ ચગાવ્યા જયારે ભારતીય જનતા પક્ષે મોદી મેજિકનો આશરો લીધો. કર્ણાટકનું પરિણામ તેલંગણા પર પણ અસર પાડશે. આ વર્ષના ઉત્તરાર્ધમાં તેલંગણામાં ચૂંટણી થવાની છે. દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પક્ષનું ખાસ વર્ચસ્વ નથી.

2019ની લોકસભાની ચૂંટણીમાં એક માત્ર કર્ણાટક જ દક્ષિણનું એવું રાજય હતું જયાં ભારતીય જનતા પક્ષને પ્રભાવશાળી વિજય મળ્યો હતો. કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન આપે છે. તેથી ‘મોદી મેજિક’ ચાલતો નથી. હા, રાજસ્થાનમાં કોંગ્રેસ મુશ્કેલીમાં છે. તેણે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસ ગઢમાં સારી આગામી ચૂંટણીમાં સારો દેખાવ કરવો જ પડશે. ત્યાં તેની અને ભારતીય જનતા પક્ષની સીધી ટક્કર છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top