વડોદરા: કોર્પોરેશનની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લી તારીખ હતી જેમાં 9 થી વધુ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું જેમાં ભાજપ કોંગ્રેસના નારાજ થયેલા કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયત્નો દિવસભર ચાલ્યા હતા રીસામણા-મનામણા વચ્ચે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હતું.
આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ વડોદરા કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી લોકસભા વિધાનસભા કરતાં પણ રસાકસીનો જંગ જામશે. કોંગ્રેસ અને ભાજપ ને ટિકિટો જાહેર થતાં જ કાર્યકર્તાઓમાં નારાજગી શરૂ થઈ ગઈ હતી અને જે કાર્યકર્તા ટિકિટ ના આપતા એ કાર્યકર્તાઓએ બળવો કરીને પક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. અપક્ષ માં ફોર્મ ભરેલા ઉમેદવારોએ આજે ફોર્મ પરત પણ ખેંચી લીધા હતા. સંગઠનના શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ ,સુનિલ સોલંકી ભાજપમાંથી નારાજ કાર્યકર્તાઓને જે રિસામાણાં કરીને મનાવી લીધા હતા.
વર્ડ 7 ભાજપ પક્ષના જ કાર્યકર્તા અંકિત રજવાડી જેમને ટિકિટ ના આપતા અપક્ષ માં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું એમ.એસ.યુનિ.ના સિન્ડિકેટ મેમ્બર અને ભાજપના કાર્યકર્તા એવા દિનેશ યાદવે અંકિત રજવાડીના રિસામણાં દૂર કરી મનાવી લીધા હતા અને અપક્ષ માં ભરેલું ફોર્મ પરત ખેંચાયું હતું.
આપમાંથી તરુણ શાહે પણ અપક્ષ ઉમેદવારી માટે જે ફોર્મ ભર્યું હતું તે પણ તેમણે પરત ખેંચ્યું હતું. વડસરમાથી કોંગ્રેસના કાર્યકર્તા કાંતિ પટેલ બળવો કરીને પાસ માટે ઉમેદવારી નોંધાવી હતી આજે તેમને કોંગ્રેસમાંથી સમજાવટ બાદ અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ હતુ. વોર્ડ બારમા અપક્ષ ઉમેદવાર દીપેશ પણ ઉમેદવારીપત્ર ભર્યું હતું જે મંગળવારે પરત ખેંચ્યું હતું.
વોર્ડ નંબર 16માં માજી મહિોલા કોંગ્રેસ પ્રમુખ કોર્પોરેટર સરસ્વતી દેસાઈ વોર્ડ નંબર 16 ના કોંગ્રેસની પેનલને હરાવવા કમર કસી રહ્યા છે. વોર્ડ નંબર 17 ના ભાજપના બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર ભાવિનીબેન ચૌહાણે પણ ભાજપના સંગઠન દ્વારા મનાવી લેતાં તેમણે ફોર્મ પરત ખેંચ્યું હતું. વોર્ડ નંબર 18 માંથી અપક્ષ ઉમેદવારી કરનાર મહેશભાઈ ગોહિલ અને ભાજપના કાર્યકર્તા નરેન્દ્ર પટેલને પણ સંગઠન દ્વારા મનાવી લેવામાં આવ્યા છે.
વોર્ડ નંબર 19 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કમલેશ પંચાલ ખેર પિયુષ ધોતે તેમજ જ્યેશ પટેલ ને અને વડોદરાથી અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર ઉમેદવારોએ ભાજપના સમર્થનમાં ઉમેદવારીપત્રો રદ્દ કરાવ્યા હતા. જે પ્રમાણે ચૂંટણી આવતા નારાજ કાર્યકર્તાઓએ બળવો કર્યો હતો અને ભાજપ અને કોંગ્રેસ દ્વારા નારાજ કાર્યકર્તાઓને મનાવી લીધા હતાં. ભાજપના કેટલાક અસંતુષ્ટ કાર્યકરોએ એવુ કહ્યું હતુ કે અપક્ષ ઉમેદવારોને ભાજપે શામ-દામ-દંડ ભેદથી ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચાવ્યા છે.
કોંગ્રેસ પ્રમુખ પર જાતિવાદનો મહિલા કાર્યકરનો આક્ષેપ
22 વર્ષ જુના મહીલા કાર્યકરને કોંગ્રેસમાંથી ટિકિટ કપાતા શહેર પ્રમુખ પર જાિતવાદનો ફેલાવો કરવાનો ગંભીર આક્ષેપ ચૂંટણી કચેરીના પ્રવેશદ્વારે જ કર્યો હતો. પૈસાના જોરે રાજકારણ રમાતુ હોવાથી પાયાના કોંગી કાર્યકરોને િટકિટ મળતી નથી તેવો આક્ષેપ વોર્ડ નં. 19 માં ટિકિટની દાવેદારી કરનાર કાર્યકર જયશ્રીબેન ગાંધીએ શહેર પ્રમુખ પર કર્યો હતો.
કોંગ્રેસમાં ટિકિટના પ્રબળ દાવેદાર મનાતા જયશ્રીબેન ગાંધી બાવીસ વર્ષથી કોંગ્રેસ પક્ષમાં ઉચ્ચ હોદ્દા પર સેવા આપી રહયા છે છતાં શહેર પ્રમુખ પ્રશાંત પટેલે તેમની ટિકિટ કાપી હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. શહેર પ્રમુખ જાિતવાદ ફેલાવવા અન્ય સમાજને અન્યાય કરે છે. અને ફકત માનીતાઓને જ ટિકિટ આપે છે.