જામનગર: ખોડલધામ (Khodaldham) પ્રમુખ અને પાટીદાર (patidar) સમાજના આગેવાન નરેશ પટેલ કયા રાજ્કીય પક્ષમાં જાડાશે તે અંગે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. આ દરમિયાન જામનગર ખાતે ભાજપના ધારાસભ્ય ધરમેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજીત ભાગવત સપ્તાહ આજથી પ્રારંભ થયો હતો. આ ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં ઘણા ભાજપના દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. પોથીયાત્રામાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની હાજરીથી લોકોમાં ચર્ચા જોવા મળી હતી.
જામનગર ખાતે ભાજપના ધારાસભ્યો ધરમેન્દ્રસિંહ જાડેજાના નિવસ્થાનેથી પોથીયાત્રા નીકળી હતી. જોડેજાના યજમાન પદે જામનગરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસસ્થાને ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોથીયાત્રામાં ભારી સંખ્યામાં ભાજપના ધારસ્ભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા. ફૂલોથી શણગારેલા રથમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમા, અલ્પેશ ઠાકોર, આર.સી.ફળદુ અને શંભુપ્રસાદ ટુંડિયા સહિતના નેતાઓ સવાર હતા. પોથીયાત્રામાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલની હાજરી પર જોવા મળી હતી. અને પોથીયાત્રા દરમિયાન નરેશ પટેલે ભાજપના નેતાઓ જોડે એક રથમાં સવાર હતા. જામનગરના ઈતિહાસમાં સૌ પ્રથમવાર પોથીયાત્રા દરમિયાન હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી.
ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે એક જ રથમાં નરેશ પટેલને જોતા લોકોમાં ભારે ચર્ચા જાગી હતી. આ દરમિયાન રાજકીય પાર્ટીમાં જોડાવવા અંગે નરેશ પટેલે કહ્યું હતું કે દરેક સમાજ સાથે મારી વાતચીત ચાલુ છે, 57 વર્ષે રાજકારણમાં પ્રવેશ કરવાની વાત છે તેથી સમજ્યા વગર પ્રવેશ કરવો બરાબર નથી. રાજકારણાં પ્રવેશ અંગે હું સમયસર જણાવીશ.
નરેશ પટેલને રાજકારણમાં જોડાવવા અંગે મળ્યા ગ્રીન સિગ્નલ: કન્વીનરોએ એક સૂરમાં કહ્યું…
દરમિયાન ખોડલધામ (Khodaldham) મંદિરના ટ્રસ્ટી અને પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ (Naresh Patel) કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે અટકળોએ જોર પકડયું છે. રાજકોટના ખોડલધામ ખાતે આજે ચાર અલગ અલગ બેઠક યોજાવા જઈ રહી છે. ટ્રસ્ટીમંડળની બેઠક બાદ સરદાર પટેલ કલ્ચર ફાઉનડેશનની બેઠક મળી હતી ત્યાર બાદ ગુજરાત કન્વીનરોની બેઠક મળી હતી.
આ દરમિયાન નરેશ પટેલે કહ્યું હતું કે હું શું કરું? ત્યારે તમામ કન્વીનરોએ એક સૂરમાં કહ્યું હતું કે હા તમારે રાજકારણમાં જોડાવવું જોઈએ. નરેશ પટેલને રાજકારણમાં જોડાવવા અંગે ગ્રીન સિગ્નલ આપી દીધો છે.
પુરુષો કન્વીનરો સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ એવો સૂરો આપ્યા હતા. તેથી હકી શકાય કે નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત છે.