National

કલકત્તા હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ BJP સુપ્રીમ કોર્ટ પહોંચી, TMC વિરુદ્ધ જાહેરાતો પર પ્રતિબંધ

નવી દિલ્હી: કલકત્તા હાઈકોર્ટે (Calcutta Highcourt) કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ (BJP) સરકાર વિરુધ્ધ એક ચૂકાદો આપ્યો હતો. જેને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમજ ભાજપની આ અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) સોમવારે સુનાવણી કરશે. હાઇકોર્ટે ભાજપ ઉપર આગામી આદેશો સુધી તૃણમૂલ કોંગ્રેસ (TMC) વિરુદ્ધ કોઈપણ પ્રકારની અપમાનજનક જાહેરાતો પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

કલકત્તા હાઈકોર્ટે ભારતીય જનતા પાર્ટીને આગામી આદેશ સુધી તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ કોઈપણ પ્રકારની અપમાનજનક જાહેરાત પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ટીએમસી વિષયક ચૂંટણી પંચના કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ સબ્યસાચી ભટ્ટાચાર્યની હાઈકોર્ટની સિંગલ બેંચે ચુકાદો આપતી વખતે ભાજપની જાહેરાતો સામે ટીએમસી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોનું સમાધાન કરવામાં નિષ્ફળ રહેવા બદલ ચૂંટણી પંચને ઠપકો પણ આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ આ મામલે ખરાબ રીતે નિષ્ફળ રહ્યું છે. જસ્ટિસ ભટ્ટાચાર્યએ આદેશમાં કહ્યું કે ચૂંટણી પંચ સમય મર્યાદામાં ટીએમસીની ફરિયાદોનું નિરાકરણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. કોર્ટને નવાઈ લાગે છે કે ચૂંટણી પૂરી થયા પછી ફરિયાદોનો નિકાલ થાય તો શું ફાયદો થશે અને સમય મર્યાદા પૂરી કરવામાં પંચની નિષ્ફળતાને કારણે આ અદાલતે સ્ટે ઓર્ડર પસાર કરવાની ફરજ પડી છે.

બીજેપીએ કોલકાતા હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિંગલ બેન્ચે કોઈપણ સુનાવણી કર્યા વિના જ આ નિર્દેશ આપ્યો હતો. આ દલીલને ફગાવી દેતાં કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ બેન્ચના આદેશને યથાવત રાખ્યો હતો.

આ કેસમાં ટીએમસીએ દાવો કર્યો હતો કે ભાજપે તેમની જાહેરાતમાં પાર્ટી અને કાર્યકર્તાઓ પર ખોટા આરોપો લગાવ્યા હતા. કોલકાતા હાઈકોર્ટ દ્વારા આ જાહેરાત પર 4 જૂન સુધી પ્રતિબંધ મુકવામાં આવતા સ્પષ્ટ થઈ ગયું છે કે જ્યાં સુધી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી બીજેપી આ જાહેરાત ફરીથી જાહેર કરી શકશે નહીં.

હાઈકોર્ટે શું કહ્યું?
બુધવારે 22 મે ના રોજ કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ બેંચના આદેશ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો જેમાં ભાજપને આદર્શ આચાર સંહિતા (MCC)નું ઉલ્લંઘન કરતી કોઈપણ જાહેરાત પ્રકાશિત ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top